— કડી વિસ્તારના લોકોની સમસ્યાઓ નું નિરાકણ લાવવા માટે જીલ્લા પોલિસ વડા એ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો :
ગરવી તાકાત મહેસાણા : કડીમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ના અધ્યક્ષતા માં પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં અનેક મુદ્દાઓ ની સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે કડીમાં યોજાયેલા લોકદરબારમાં અલગ-અલગ સમાજના અનેક લોકો આગેવાનો હાજર રહીને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.કડીમાં વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ટ્રાફિક ના મુદ્દા ઉપર વધારે પ્રશ્નો ઉદભવ્યા હતા. શહેરની અલગ અલગ વિસ્તારની અંદર ટ્રાફીક ની સમસ્યાઓ જે વધી રહી છે તેની ઉપર વધારે પ્રશ્નો ઉદભવી રહ્યા હતા. લોકો જાહેર માર્ગો ઉપર મન ફાવે ત્યાં પોતાનાં વાહનો પાર્કિંગ કરતા હોય છે તેને કારણે આ બજારો ની અંદર અને જાહેર માર્ગો ઉપર ટ્રાફીક ની સમસ્યાઓ ખૂબજ મોટા પ્રમાણ માં વધી રહી છે.
ત્યારે બીજી બાજુ શહેર ની અંદર આવેલ શાળા કોલેજો ની બહાર જે યુવાનો અલગ અલગ પ્રકારના નશા માં જઇ રહ્યા છે તેને રોકવા માટે પણ પ્રશ્નો ઉદભવી રહ્યા હતા.અને લોકો જે અત્યારે મોટા પ્રમાણમાં ન્યુ
સન્સ વધી રહ્યું છે તેને પણ રોકવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. અને ખાસ કરીને ને જે કડી ની અંદર આવેલ શેફાલી સર્કલ તથા દેત્રોજ રોડ ઉપર ખૂબજ મોટા પ્રમાણમાં ન્યુસન્સ વધી રહ્યું છે તેને રોકવા માટે અને જેતે માણસો આવા ગેરકાયદેસર પ્રવૃતિ માં સંકળાયેલ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.

કડી પોલીસ સ્ટેશન ખાતે આ યોજાયેલ લોક દરબાર માં અલગ અલગ સમાજ ના લોકો હાજર રહી ને અનેક પ્રશ્નો ની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં આ લોક દરબાર માં મહેસાણાના જીલ્લા ના પોલીસ વડા અચલ ત્યાગી,ડી.વાય.એસ.પી. આર.આઇ દેસાઈ,કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો.
કડી પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં કડી એપી.એમ.સી ના ચેરમેન રાજુભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ પટેલ, કડી નાગરિક બેન્કના વાઇસ ચેરમેન ભરતભાઇ પટેલ , કડી શહેર મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ ,કડી શહેર યુવા મોરચા પ્રમુખ કિંતુ પટેલ, ઉપપ્રમુખ પિનાકીન પટેલ, ચેતન પટેલ, નિગમ પટેલ, બિપીન પટેલ, બાબુભાઈએ કાઝી, ઈમરાન દિવાન, કડી દરગાહના ટ્રસ્ટી, યાસીનભાઈ તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી