— વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો. ટ્રાફિક સમસ્યા માટે કડક પગલાં લેવાશે અને હોમગાર્ડ જવાનો વધારા સે તેવી જિલ્લા પોલીસ વડા ખાતરી આપી :
ગરવી તાકાત મહેસાણા : વડનગર વિસ્તારના લોકોની સમસ્યાઓ નું નિરાકણ લાવવા માટે જીલ્લા પોલિસ વડા અચલ ત્યાગી ની અધ્યક્ષથાને પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો.
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ના અધ્યક્ષતા માં પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં અનેક મુદ્દાઓ ની સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ત્યારે વડનગર માં યોજાયેલા લોકદરબારમાં અલગ-અલગ સમાજના અનેક લોકો આગેવાનો હાજર રહીને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વડનગર માં વધી રહેલી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા મુદ્દા ઉપર વધારે પ્રશ્નો ઉદભવ્યા હતા. શહેરની માં કૉલેજ ત્રણ રસ્તા વિસ્તારની અંદર ટ્રાફીક ની સમસ્યાઓ જે વધી રહી છે તેની ઉપર વધારે પ્રશ્નો ઉદભવી રહ્યા છે લોકો જાહેર માર્ગો ઉપર મન ફાવે ત્યાં પોતાનાં વાહનો પાર્કિંગ કરતા હોય છે અને લારીઓ મૂકે છે તેને કારણે આ જાહેર માર્ગો ઉપર ટ્રાફીક ની સમસ્યાઓ ખૂબજ મોટા પ્રમાણ માં વધી રહી છે.
ત્યારે બીજી બાજુ શહેર ની અંદર આવેલ શાળા કોલેજો ની બહાર જે યુવાનો અલગ અલગ પ્રકારના નશા માં જઇ રહ્યા છે તેને રોકવા માટે પણ પ્રશ્નો ઉદભવી રહ્યા હતા જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર માં જણાવાયું કે જેતે માણસો ગેરકાયદેસર પ્રવૃતિ માં સંકળાયેલ છે તેમની સામે ચાપતિ નજર રાખવા આવ છે કાર્યવાહી કરવામાં આવી છે
વડનગર એટલે દેશ ના વડા નું નગર વડનગર માં કોઈ પણ પ્રકારની ઘટના બને તો ભૂકંપ ના આંચકા અનુભવાયા ત્યારે વડનગર માટે માં કોઈ પણ અનિસનિય બનાવ ન બને તેના માટે પોલિસ દ્વારા ફૂલ પેટ્રોલીંગ કરવામાં આવ છે પોલીસ સ્ટેશન ખાતે આ યોજાયેલ લોક દરબાર માં અલગ અલગ સમાજ ના લોકો હાજર રહ્યા હતા .
જેમાં આ લોક દરબાર માં મહેસાણાના જીલ્લા ના પોલીસ વડા અચલ ત્યાગી,વિસનગર.ડી.વાય.એસ.પી. ,એ. બી. વાળંદ વડનગર પોલીસ સ્ટેશન ના પી.આઇ બી એમ પટેલ ના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. પી એસ આઈ આનંદ દેસાઈ પી એસ આઈ પટેલ પણ હાજર હતા.
વડનગર પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં વડનગર નગર પાલિકા ના ઉપ પ્રમુખ કાનજી ભાઈ. શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી. પૂર્વ પ્રમુખ ગેમર જી ઠાકોર. તાલુકા પ્રમુખ પરેશ પટેલ. એન ડી ચોધરી. જીગર પટેલ. તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર