ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા ના તલોદ ખાતે લો કોલેજ ની મંજુરી મળી  વ્યાપારી મથક તલોદ ને આજે લો કોલેજ મળી છે અને ૧૨૦ બેઠકો ની ક્ષમતા વારી આ કોલેજની ભૌગોલિક ચકાસણી માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માજી જસ્ટ્રીસ જી યવિરાજુ ની પાંચ સભ્યોની ટીમે ચકાસણી કરી હતી આ પ્રસંગે ગુજરાત ના માજી મુખ્ય મંત્રી અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અને તલોદ. કોલેજ કેળવણી મંડળના ચેરમેન અનારબેન પટેલ,ધારાસભ્ય કુબેર ડીડોર,માજી મંત્રી શ્રી વી. ડી ઝાલા,માજી ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારયા,પ્રમુખ તુષારભાઈ પટેલ,વડીલ શ્રી કનુભાઈ પટેલ ટ્રસ્ટી નરેન્દ્ર પટેલ તથા હોદેદારો હાજર રહ્યા હતા.