ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૮)

બનાસકાંઠાના વાવ બાદ સુઇગામ પંથકમાં તીડનું આક્રમણથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. પાંચ દિવસ થયા પણ તીડ કંટ્રોલ બહાર છે. બનાસકાંઠાના સુઇગામ મોરવાડા, ચાળા, મમાણા, બેણપ સહિત ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો. ખેડૂતોએ જાતે ઢોલ નગારા દોડીયા વગાડી તીડને ભગાડવાની મથામણ કરી રહ્યા છે.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઈગામ