રાજ્યમાં લોકડાઉન હળવુ કરાયુ – તમામ કચેરીઓને 100 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની મંજુરી અપાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે, જેને આપણા દૈનીક કોરાના આંકડા પરથી જોઈ શકીયે છીયે. એવામાં ઘટતા કેસોની સંખ્યાની વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકારે  સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરવાની પરમીશન આપી છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતીની વાત કરીયે તો, છેલ્લા 24 કલાકમાં 1207 નવા કોરોના કેસ નોંધાયા હતા. તેની સામે 3018  દર્દીઓ રીકવર થયા હતા. અત્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીયે તો  કુલ દર્દીઓ 24,404  સારવાર હેઠળછે.

રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે ત્યારે દરરોજ કેસોમાં ઘટાડાની સાથે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. એવામાં રાજ્ય સરકારે આશિંક લોકડાઉનમાં વધુ છુટછાટ આપી છે.  જેમાં રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ,  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી એટલે કે આજથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરમીશન આપી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.