ગરવી તાકાત,કડી
ગઈ કાલે કડી શહેરના બે સ્થળોએ સ્ટેટ મોનીટરીંગ સેલની બે ટીમોએ વરલી મટકાના જુગાર ધામમાં રેડ પાડી 9 શખ્સોની ધરપકડ કરી લીધી હતી, તથા સ્થાનિક પોલીસે થોળ અને નાનીકડીમાં ચાલતા જુગારધામ પરથી 11 જુગારીઓને ઝડપી પાડી, રૂ, 74285 નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલને વરલી મટકાની બાતમી મળતા જ તેમની એક ટીમે કડી શહેરના ગાંધીચોકમાં રેડ પાડી હતી, આ રેડમાં મુખ્ય આરોપી કીર્તી પટેલ પહેલાથી જ સ્થળેથી ના ભાગી જતા તે હાથમાં ન હતો આવ્યો.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
ગાંધીનગર ની સ્ટેટ મોનીટરીંગ સેલની આ ઓચીંતી રેડમાં આરોપી કીર્તી મળ્યો નહતો. પરંતુ દિનેશ પરમાર,સલીમ મનસુરી, અશોક ઠાકોર, સલમી ભીસ્તી,બાબુ અજમેરી,અયુબ કાક, વિક્રમ ઠાકોર, ભીખા રબારી,રાકેશ વાંળદ ઝડપાઈ ગયા હતા. ઉપરાંત બાવલુ પોલીસે બાતમી આધારે થોળના મોટાવાસમાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી, અહી તીનપત્તીને જુગાર રમીરહેલા મુખ્ય સુત્રધાર દશરથ કાંતીજી ઠાકોર, શંભુજી બબાજી ઠાકોર, દર્શન ઉપાધ્યાય, શૈલેષ ઠાકોર,બુધાજી ઠાકોર,રાજેન્દ્ર સેનમાં, ભીખા પટેલ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળેથી 24690 ની મત્તા કબ્જે કરી હતી.
જ્યારે કડી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી ત્યારે તે વખત બાતમી મળેલ કે નાની કડી વિસ્તારમા દરગાહ નજીત વરખડીના ઝાડની નીચે વરલી મટકાનો જુગાર ખેલાઈ રહ્યો છે.જેથી આ સ્થળે પોલીસે રેઈડ કરીને અજીત મહેમુદમીયા મલેક,હુસેન રહેમતબાન ખોખર અને નીયાઝ ઉર્ફે બહારો બહેલીમને પકડી લીધા હતા. જ્યા પણ પોલીસે 17400 રૂપીયાનો મુદ્દા માલ કબ્જે કરી, ગુનેગાર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.