કૃષી બીલના વિરોધમાં થઈ રહેવા વિરોધને પગલે ભાજપના હેડ ક્વોટર ઉપરથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તથા ભુપેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમને રાજેસ્થાન તથા હૈદરાબાદમાં યોજાયેલ સ્થાનીક ચુંટણીઓના પરિણામ આગળ કરી કહ્યુ હતુ કે, જ્યા પણ ચુંટણીઓ યોજાઈ છે ત્યાં ખેડુતો મોટી સંખ્યામાં વોટરો હતો અમારી પાર્ટીએ એવા વિસ્તારોમાં વિજય મેળવ્યો હતો જે દર્શાવે છે કે ખેડુતો અમારી સાથે જ છે.