આપણે દરેક લોકો જાણીએ છીએ કે દૂધની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને જો નિયમિત રૂપે દૂધનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને યોગ્ય માત્રામાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો મળી રહે છે. પરંતુ જો આ જ દૂધની અંદર કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવે તો તેના કારણે તે આપણા લીવર અને કિડની માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે જો સતત બે વર્ષ સુધી આવા ભેળસેળ યુક્ત દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ વ્યક્તિને લીવર અથવા તો કિડનીની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે, અને સાથે સાથે અનેક પ્રકારની ખતરનાક બીમારીઓ નો શિકાર થઇ શકે છે. ભારત દેશની અંદર એક રિપોર્ટ અનુસાર દેશમાં મળતા કુલ દૂધ માંથી માત્ર ૧૦ ટકા દૂધ પીવા લાયક માનવામાં આવતું નથી. જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

દૂધમાં કઈ વસ્તુઓની થાય છે ભેળસેળ

જે ૧૦ ટકા દૂધ દુષિત હોય છે એટલે કે જે આપણા માટે નુકસાનકારક સાબિત થાય છે. તેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ નું મિશ્રણ કરવામાં આવે છે. આ દૂધને વધુ સારું દેખાવા માટે તેની અંદર યુરિયા, વેજીટેબલ ઓઈલ, ગ્લુકોઝ અને એમોનીયમ સલ્ફેટ જેવી વસ્તુઓને ભેળવવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે જો આ મિલાવટી દૂધની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તું તેના કારણે તમને ફૂડપોઇઝનિંગ પેટ ના દુખાવો, ડાયરિયા, ટાઈફોડ, ઊલટી અને લૂઝ મોશન જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

મિલાવટી દૂધથી થાય છે આ પરેશાનીઓ

• જો દૂધની અંદર મિનરલ્સની ની ભેળસેળ કરવામાં આવી હોય તો તેના કારણે હાથ-પગના સાંધામાં દુખાવો થાય છે.
• જો દૂધની અંદર કીટનાશક અથવા તો કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેના કારણે તમારા પેટની અંદર ગડબડ થાય છે, અને તમારા શરીરની અંદર લાંબો સમય સુધી ખરાબ અસર પડે છે.
• જો ખૂબ લાંબો સમય સુધી એટલે કે બે વર્ષ સુધી આવું મિલાવટી દૂધ પીવામાં આવે તો તેના કારણે તમને લીવર અને કીડની ની સમસ્યા થઈ શકે છે.
• જો સતત દસ વર્ષ સુધી આવા મિલાવટી દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને કેન્સર જેવી ભયાનક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે.

શું પેચ્યુરાઈસ દૂધથી થાય છે ફાયદો

એક ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું પેચ્યુરાઈસ દૂધ એટલા માટે જ બનાવવામાં આવે છે કે જેથી કરીને તમારા સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. પરંતુ જો આ દૂધની અંદર કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવી હોય તો તેના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ની જગ્યાએ બની શકે છે નુકસાનકારક.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટેgarvi takat.comપેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Contribute Your Support by Sharing this News: