કડીની અંદર જુગારીઓ જાણે દરવર્ષે શ્રાવણ મહિનાની રાહ જોઈને બેસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કડી શહેર તથા આસપાસના ગામડાઓ પણ મોટા પાયે જુગારીઓ પોતાના આર્થીક ફાયદા અનુસાર ગંજી પાના રમી રહ્યા છે. ત્યારે કડી પોલિસ પણ આવા જુગારીઓ સામે કાર્યવાહી કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહી. કડીના વામજ ગામમાંની સીમમાં આવેલ આંબાવાડી વાળા ખેતરના બોરની ઓરડીમાં પટેલ દિલીપભાઈ સોમાભાઈ રહે. કલોલ વાળા બહારથી માણસો બોલાવી પોતાના આર્થીક ફાયદા અનુસાર તીન પતીનો હારજીતનો જુગાર રમાડી રહ્યા હતા. તેની હકીકતની જગ્યાએ રેડ કરવા સારૂ કડી પોલિસ સ્ટાફના માણસો પહોંચી ગયા હતા, ત્યાં ચાલી રહેલા વામજ ગામની સીમમાથી 6 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ચાલી રહેલા જુગાર દરમ્યાન રેડ કરતા જુગાર રમાડતા રોકડ રકમ રૂ 96,500/- તથા દાવ ઉપરથી મળી આવેલ રકમ રૂ 6,500/- મળી કુલ રોકડ રકમ રૂ.1,03,000/- તથા મોબાઇલ નંગ-7 રૂ. 29,500/-જે મળી ને કુલ મુદ્દામાલ રૂ 1,32,500/- સાથે તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલ જુગારીઓ ના નામ
1.પટેલ દિલીપભાઈ સોમાભાઈ
2.પટેલ લલિતભાઈ બાબુલાલ
3.ચૌધરી કરમવિર શ્રીરામ
4. બ્રાહ્મણ દિનેશકુમાર રમેશચંદ્ર
5. પટેલ બિપીનભાઇ હરગોવનદાસ
6. ગુપ્તા હરીઓમ ભગવાનદાસ
રહે – એક આરોપી શેરથા અને બાકીના પાંચ આરોપી કલોલના હતા જે તમામ આરોપીઓને કડી પોલિસ દ્ધારા જુગાર રમતાં ઝડપી પાડવામાં આવ્યા હતા.