રાજ્યમાં વિવિધ સ્થળે ગોચર,તળાવ,સ્મશાન, અને સરકારી પડતર જમીન ઉપર માથાભારે તત્વો દ્વારા દબાણના સમાચારો સામે આવતા હોય છે. જેમાં સ્થાનીક સરકારી કર્મચારીઓને પોતાના ખીસ્સામાં લઈ ગેરકાનુની રીતે દબાણ કરવાનુ કામ આ લોકો કરતા હોય છે. જેમા કડી ખાતે કેટલાક ઈસમો દ્વારા તળાવનુ પુરાણ કર્યાનુ સામે આવ્યુ છે. જેથી તેમની વીરૂધ્ધ અરજી કરતા પીતા અને પુત્ર ઉપર માથાભારે તત્વો દ્વારા મારપીટ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઘઈ કાલ બપોરે 8 જેટલા આરોપીઓ ધોકા-લાકડી લઈ દીલીપભાઈ ચંદુભાઈ પટેલના ઘરે પહોંચી ગાળો બોલી ધમકીઓ આપી રહ્યા હતા. જેમાં તેઓ જતીનભાઈ અને તેમના પીતાના ધમકાવી રહ્યા હતા કે, તે તળાવના પુરાણની વિરૂધ્ધમાં અરજી કરેલ છે તે પાછી ખેંચી લે નહી તો પરિણામ સારૂ નહી આવે. પંરતુ જતીનભાઈએ એમ કરવાની ના કહેતા તેઓએ મારપીટ કરવાનુ શરૂ કરી દીધુૂ હતુ. જે મારપીટમાં તેમને ગંભીર ઈજાઓ થવા માપી છે.
આ પણ વાંચો – થરાદના ટરૂવા ખાતે દબંગોએ દલિત પરિવારના મકાનો સળગાવ્યા, ત્રણની હાલત ગંભીર
આ મામલાની વિગત એવી છે કે, કડી ખાતે સધી માતાની મંદીરની બાજુમાં (1) પટેલ મેહુલ ચંદુભાઇ (2) પટેલ અલ્પેશ ચંદુભાઇ (3) પટેલ પ્રહલાદભાઇ ગોવિંદભાઇ (4) પટેલ સચીન રાજુભાઇ (5) પટેલ દિપકકુમાર ભગવાનભાઇ (6) પટેલ દિપકકુમાર અમૃતભાઇ (7) પટેલ ગુણવંતભાઇ અંબાલાલ (8) પટેલ જગદીશભાઇ વિહાભાઇ ભેગા મળી તળાવનુ પુરાણનુ કામ કરી રહ્યા છે. પરંતુ આ તળાવનુ પુરાણ થતા પાણીના નીકાલનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ એમ છે. કેમ કે તળાવનુ પુરાણ થઈ ગયા બાદ પાણીનુ વહેણ બદલાઈ જવાથી તે આજુબાજુના વિસ્તારમાં ઘુસી જવાની સંભાવના ઉઁભી થઈ હતી. તથા આજુબાજુના મકાનોમાં પાણી ઘુસી જવાની સંભાવના હોવાથી. દિલિપભાઈ ચંદુભાઈ પટેલે નાની કડી પંચાયતમાંં આ તળાવના પુરાણની વિરૂધ્ધમાં અરજી કરી કરેલ હતી. જેથી ઉપરના આઠ ઈસમો તેમના ઘરે હથિયારો લઈ પહોંચી ગયેલ હતા. અને તેઓ અરજી પરત ખેંચવાની ધમકીઓ આપી રહ્યા હતા. કે જો તમે અરજી પાછી નહી ખેંચો તો પરિણામ સારૂ નહી આવે. પરંતુ અરજી પાછી ખેચવાની ના કહેતા પટેલ મેહુલ ચંદુભાઇએ દિલિપભાઈ ચંદુભાઈ પટેલના પુત્ર જતીન ઉપર લાકડી વડે હુમલો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. ત્યાર બાદ બધા લોકો મારપીટ કરવા તુટી પડ્યા હતા.
આ પણ વાંચો – મોટીદાઉના પાટીયે અકસ્માતમાં બાઈક સવારનુ સારવાર દરમ્યાન મોત
જેથી આ લોકોની મારથી બચવા માટે જતીને બુમો પાડવાનુ શરૂ કરી દીધુ હતુ. જેથી તેમના પીતા અને માતા – બહેન વચ્ચે પડી તેમને છોડાવેલ. અને તેને ધધેડીને ઘરમાં લઈ ગયેલ અને ઘરની જાળી બંદ કરી દીધેલ. લાકડી અને ગડદા પાટુના માર માર્યા બાદ હુમલાખોરોએ પરિવારને ધમકી આપેલ કે જો તમારી આ અરજી પાછી નહી ખેંચો તો તમને જાનથી મારી નાખવામાં આવશે. આમ કહી ઉપરના તમામ આઠ આરોપી ફરાર થઈ ગયા હતા.
જતીનભાઈ સાથે લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હોવાથી તેમને કડીના ભાગ્યોદય હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતા કડી પોલીસ સ્ટેશને ઉપરના તમામ આઠ શખ્સો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 143,147,148,149,323,504,506(2) તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જમીન દબાણનો પણ મામલો
એક તરફ સરકાર કરોડોના ખર્ચે શહેરોની મધ્યમાં આવેલા તળાવોને બનાવી તેનુ સોંદર્યીકરણની કામગીરી કરી રહી છે. બીજી તરફ ખુણે – ખાંચકે આવેલા તળાવોને માથાભારે તત્વો ગેરકાયદેસર રીતે પુરાણ કરી એની ઉપર દબાણનુ કામ કરી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી આવા માથાભારે તત્વો દ્વારા ગૌચર સહીત હજારો ચોરસ કી.મી. જમીન ઉપર દબાણ કરાયેલ છે. જમીન ઉપર વર્ષો સુધી દબાણ કરી કેટલોક સમય જતા આવા લોકો ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપી તેમના દબાણને રેગ્યુલાઈઝ પણ કરાવી દેતા હોય છે. સરકારી અધિકારીઓની આળશ અને મીલીભગતના કારણે આવા માથાભારે તત્વોના ઈરાદાઓ બુલંદ થતા હોય છે. નીયમોનુસાર ટીડીઓ દ્વારા દર મહિને દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો આવા દબાણો થતા અટકાવી શકાય છે.