અજબ-ગજબ ડેસ્ક: અમેરિકાની 21 વર્ષની લેક્સી અલ્ફોર્ડ દુનિયાના 196 દેશ ફરનારી પ્રથમ યુવતી બની ગઈ છે. લેક્સી પોતાનો આ અનોખો રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડને સોંપી ચૂકી છે. લે

ક્સી પહેલાં આ રેકોર્ડ કેસી પેકોલના નામે હતો. દુનિયા ફરવા મામલે લેક્સીએ કહ્યું કે, હું પ્રવાસ દરમિયાન ઇન્ટરનેટથી દૂર રહી, પણ દુનિયા સાથે જોડાઈ રહી હતી. 21 વર્ષની લેક્સીની વર્લ્ડ ટૂર

US 21 year old woman Became The Youngest Person To Travel To Every Country

 

1.નાનપણનું સપનું: 21 વર્ષની લેક્સી નાનપણથી દુનિયા ફરવાના સપના જોતી હતી. લેક્સીના પરિવારની કેલિફોર્નિયામાં એક ટ્રાવેલ એજન્સી છે. દર વર્ષે તેના માતા-પિતા તેનો શોખ જોઈને સ્કૂલ બદલાવીને અલગ-અલગ જગ્યાએ ભણવા મોકલી દેતાં હતાં.

2.વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ફરી નથી: લેક્સીએ કહ્યું કે, હું  મોટી થતી

 ગઈ, તેમ મારા માતા-પિતા મને દુનિયાની અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ જતાં અને તે સ્થળનું મહત્ત્વ સમજાવતાં હતાં. મને આટલી મોટી દુનિયામાં વસવાટ કરતા લોકોની જિંદગી જાણવાની ઉત્સુકતા વધી ગઈ. હું દિલથી દુનિયાને ફરવા, જોવા ને માણવા માગતી હતી, મારો લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડ બનવવાનો ક્યારેય નહોતો.

3.3 વર્ષ પહેલાં શરૂઆત: લેક્સીએ વર્ષ 2016માં દુનિયાના દરેક દેશ ફરવાના મિશન પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. લેક્સી માત્ર 18 વર્ષની ઉંમરમાં 72 દેશ ફરી ચૂકી હતી. હાઈસ્કૂલ પણ તેણે નિયત સમય કરતાં બે વર્ષ પહેલાં પૂરી કરી દીધી હતી. સ્થાનિક કોલેજમાંથી એસોસિયેટની ડિગ્રી લીધા

બાદ તે પ્રવાસ માટે એકદમ તૈયાર થઈ ગઈ હતી.

4.વર્લ્ડ ટૂર માટે રૂપિયાની બચત: 196 દેશ ફરવા એ કોઈ નાનીસૂની વાત તો છે નહીં. આ પ્રવાસ માટેના રૂપિયા માટે લેક્સીને કોઈએ પણ મદદ નથી કરી. તેણે પોતાનો ખર્ચો જાતે ઉપાડ્યો. લેક્સીએ 12 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ટૂર માટે રૂપિયાની બચત કરવાનું શરુ કરી દીધું હતું. અજાણ્યા દેશમાં પ્રવેશ્યા પહેલાં તે એ દેશને લગતી તમામ માહિતી અને હોટલનું નક્કી કરી લેતી  હતી.

5.ઇન્ટરનેટને તિલાંજલિ: વધુમાં લેક્સીએ કહ્યું કે, પાકિસ્તાન અને વેને

US 21 year old woman Became The Youngest Person To Travel To Every Countryઝુએલામાં મને ઘણી પ્રાકૃતિક સુંદરતા જોવા મળી હતી. સ્વાભાવિક વાત છે કે, દેશ બદલાય તેમ તેની ભાષા પણ બદલાવવાની જ છે. આફ્રિકામાં મને અંગ્રેજી ભાષા બોલનારા કોઈ ગાઈડ કે સારી હોટેલ પણ મળી નહોતી. લેક્સીની આ વર્લ્ડ ટૂરમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેણે કોઈ પણ દેશનું સિમકાર્ડ ખરીદ્યું નહોતું. તે ઇન્ટરનેટથી દૂર રહી હતી જેને કારણે તેને 196 દેશની સંસ્કૃતિ અને ત્યાંના લોકોને ઊંડાણપૂર્વક સમજવાનો મોકો મળ્યો હતો.

Contribute Your Support by Sharing this News: