વૈશાખ માસમાં સોમવતી અમાવસ્યાનો મહિમા જાણીએ

શેર કરવા અહીં ક્લિક કરો.

— અમાવસ્યા યદાપાર્થ સોમવારાન્વિતભાવેત તદા પૂણ્ય તમ : કાલ્વેદેવાનામપિ દુર્લભ :

અર્થાત વિક્રમ સંવતના જે મહિનામાં જે અમાસ સોમવારે આવતી હોય તેને સોમવતી અમાવાસ્યા કહે છે. તે દિવસનો પૂણ્યકાળ માણવોએ દેવો માટે પણ દુર્લભ ગણાય. સોમવતી અમાવાસ્યા નું આગવું મહત્વ છે. આ દિવસે જળાશયોમાં સ્નાન કરવાનો મહિમા છે. સોમવતી અમાવાસ્યાએ ભાવનાત્મક એકતાનું પર્વ છે. એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. આ પરમ પવિત્ર દિવસે વિભિન્ન સ્થાનો- જળાશયો પર પર્વસ્નાન કરવું અતિ હિતકારી અને પુણ્યકારી ગણાય છે.
આ પવિત્ર સોમવતી અમાસનું મહત્વ સતયુગથી છે. વિક્રમ સંવત-૨૦૭૮ ત્રીસમી મે-૨૦૨૨ને – વૈશાખ વદ-આમવસ્યાને સોમવાર એટલે સોમવતી અમાવસ્યા. આગામી સોમવારે શનિ જયંતિ અને સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી અમાસ રહેશે. યોગાનુયોગ સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે પોતાની જ રાશિ કુંભમાં રહેશે. જ્યોતિષીઓના મત પ્રમાણે આ યોગ શનિથી પીડિત લોકો માટે ખાસ છે. જ્યારે તેઓ શનિ આરાધના અને અસહાયોની સેવા કરી રોગ અને તમામ પીડાઓથી મુક્તિ મેળવી શકે છે.વટ સાવિત્રી વ્રત હોવાથી મહિલાઓ પોતાની લાંબી ઉંમર માટે વ્રત રાખી વડના ઝાડની પરિક્રમા કરે છે. સોમવતી અમાસ પર્વ હોવાથી સ્નાન દાનનું અક્ષય પુણ્ય મળશે. તે પછીના ૧૫ દિવસ પછી એટલે ૧૪ જૂન -૨૦૨૨ના રોજ વટસાવિત્રી પૂર્ણિમા મહિલાઓ માટે ખાસ રહેશે. આ વ્રત રાખીને પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.
વડના ઝાડની જળવમ પાણી અર્પણ કરી પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરશે.આ સંયોગના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા આજે પણ છે. મંદિરોમાં દર્શન કરવા જોઈએ. ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપવું જીવદયાના કાર્યો કરવા પિતૃઓને ધૂપ ધ્યાન કરવું જોઈએ. વધુમાં જ્યોતિષીઓના કહેવા મુજબ વૈશાખી અમાસના દિવસે શનિદેવનો પ્રકટોત્સવ છે. તેમની કૃપા માટે એક માત્ર ઉપાય અસહાય લોકોના યથા યોગ્ય સેવા કરવી. વ્યસનનો ત્યાગ કરવો તથા શનિ પ્રતિમાને સરસિયાનું તેલ ચઢાવવું, માછલીઓને લોટ નાખવા જેવા કાર્યો કરવા માર્ગદર્શન આપે છે.
શિવાલયોમાં યજ્ઞ-હોમ હવન દાન-દક્ષિણાને વ્રતધારી આ વ્રત ઉપાસનાની શિવને પ્રાર્થના કરી પૂર્ણ કરશે. સોમવતી અમાસનું મહાત્મ્ય દર્શાવતી એક દંતકથા આપણે જોઈએ. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ થયું.યુધ્ધમાં દેવોની હાર થવા લાગી અને દાનવોની વિજય પતાકા લહેરાવવા લાગી. ઇન્દ્રનું ઇંદ્રાસન ડોલવા લાગ્યું. દેવો ચિંતાતુર હતા તેમણે વિષ્ણુ ભગવાન ને પ્રાર્થના કરી વિષ્ણુ ભગવાને દધિચી ઋષિના પીઠના હાડકાનું શસ્ત્ર બનાવી તેનો યુધ્ધમાં ઉપયોગ કરવાનું કહ્યું. ઈન્દ્રે બ્રાહમણનો વેશ ધારણ કરી દધિચી ઋષિ પાસે ગયાદાનમાં પીઠના હાડકાની માગણી કરી ઋષિએ તથાસ્તુ કહ્યું પણ એક શરત મૂકી કે તેઓ અસ્થિદાન આપશે પણ તે પહેલાં દેશના સર્વતીર્થોમાં સ્નાન કર્યા બાદ જ એટલે દેવાધિદેવ ઈન્દ્ર ઋષિને સન્નિહિત સરોવરમાં સોમવતી અમાસના દિવસે સ્નાન કરવાથી તેમની દરેક ઇચ્છા પરિપૂર્ણ થશે અને જે જે તીર્થસ્થાનો દેવદેવી ઓનું સ્મરણ કરશે તે સ્વયં પ્રગટ થશે તેમ કહ્યુ કહેવાય છે
કે દધિચી ઋષિએ સોમવતી અમાસે સન્નિહિત સરોવર માં તે રીતે સ્નાન કર્યું અને જે જે તીર્થો દેવ-દેવીઓનું સ્મરણ કર્યુ તે ત્યાં પ્રગટ થયાં.આમ ઋષિની મનોકામના પરિપૂર્ણ થતાં ઋષિ વર્યે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના પીઠના હાડકાંમાંથી શસ્ત્ર તૈયાર થયું અને તેનો ઉપયોગ યુદ્ધમાં દેવોએ કરતાં દેવોઓએ દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય છે કે જે દિવસે સોમવાર અને અમાસનો યોગ થયો હોય ત્યારે જળમાં ગંગા,પુષ્કરતીર્થ અને કપિલધારાનો ત્રિવેણી સંગમ થાય છે.
આ પરમ પવિત્ર દિવસે પૃથ્વી આકાશ અને સ્વર્ગના સર્વ તીર્થસ્થાનો જળાશયમાં આવીને વસે છે. તેથી જ આ દિવસે વ્રતધારી અથવા કોઈપણ વ્યક્તિએ કરેલ તીર્થસ્નાન દાનદક્ષિણા, યજ્ઞ-હોમ હવન ધ્યાન-પુજા વગેરે અક્ષય બને છે. મધ્યાહન સમયે સૂર્યાસ્ત પછી જ્યારે વાર અને તિથીનો સુભગ યોગ થતો હોય તે સમયને પુણ્યકાળ કહે છે આવા પુણ્યકાળ દરમ્યાન પ્રારંભ કરેલ દરેક કાર્યો માંગલિક બની પરિપૂર્ણ બને છે.  આવા સોમવારના શુભ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન- અર્ચન કરવાથી પાપો નાશ પામે છે. જન્મ-જન્માંતર સુધી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પુત્ર-પૌત્રદીની અભિવૃદ્ધિ થઈ વંશવેલો જળવાઈ રહે છે.
આજે વૈશાખ માસનો છેલ્લો દિવસ વિક્રમ સંવત-૨૦૭૮ ત્રીસમી મે-૨૦૨૨ને વૈશાખ વદ આમવસ્યાને સોમવાર એટલે સોમવતી અમાવસ્યા. શનિ જયંતી આ પવિત્ર દિવસે પીપળાનાં વૃક્ષને જળ રેડી સુતરના તાંતણા વિટીને ભગવાન વિષ્ણુની પ્રાર્થના- સ્તુતિ કરવી. આરતી-પુજા કરી પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતી વખતે ”ઓમાય નમ અને સોમાય નમ : મંત્રનો જાપ કરવાથી વાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.આમ, સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની ૧૦૮ વાર પ્રદક્ષિણા એકલા અથવા ફળ સાથે ઉપરોક્ત મંત્રથી કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ થાય છે ને તે સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.