ગરવીતાકાત,અરવલ્લી: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે અરવલ્લી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે લીંભોઇ-ઈટાડી રોડ પર આવેલું ફૂટા તળાવ ફાટતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરમાં ઉભો પાક ધોવાતાં ધોધમાર વરસાદે ખેડૂતો માટે આફત સર્જી છે મોડાસાના બાકરોલ નજીક મેશ્વો નદી પર આવેલી ડીપ ધોવાતાં વાહનવ્યહાર ઠપ્પ થઈ ગયો હતો મોડાસા માર્ગ અને મકાન વિભાગની દીવાલ ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી હતી.

બાયડની ધામણી નદી બે કાંઠે વહેતા કોઝવે  પર પાણી ફરી વળતા આસપાસના 5 ગામનો સંપર્ક તૂટયો હતો. કોઝ વે પર પાણી ફરી વળતા ભારૂજીના મમુવાડા,નવાભારુજી,મગનપુરા,રણછોડપુરા નવિવસાહત મહાદેવ પુરા સહિતના ગામોનો અસર વર્તાઇ હતી. ભારુજીના મુવાડાની પ્રાથમિક શાળા કોઝવે પર પાણી ફરી વળતા બે દિવસથી બાળકો અભ્યાસથી વંચિત રહેવું પડ્યું હતું.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ઉપરવાસમાં વરસાદને કારણે ભિલોડાની હાથમતી નદી બે કાંઠે વહેતા પાંચથી વધારે ગામ વચ્ચે ચાલતો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. હાથમતી નદી બે કાંઠે વહેતા કમઠાડિયા, ઉપલા કમઠાડિયા, મઠ બોલુન્દ્રા, ટાકાટુકા અનો વિરપુરનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. આ ગામ પર બ્રિઝ બનાવવાની લોકોની માં છે, જેથી વરસાદની ૠતુમાં વાહન વ્યવહારને અસર ન થાય.

સતત વરસાદ થી ૩ કાચા મકાન ધરાશાયી: અરવલ્લી જીલ્લામાં મેઘમહેર યથાવત રહેતા મોડાસા તાલુકાના સાકરીયા ગામે વિનુભાઈ પટેલ નું કાચું મકાન ભેજના લીધે ધરાશાયી થયું હતું દોલપુર ગામે માઝુમ જલાગાર યોજનના અસરગ્રસ્ત જાલાભાઇ ખુમાભાઈ રાવળ નું મકાન ધરાશાયી થતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ઝાલોદર ગામે પણ એક મકાન ધરાશાયી થતા ત્રણે પરિવારો ઘરવિહોણા બન્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી