36 વર્ષની રાજકીય કારકીર્દી ધરાવતા ભારતીય જનતા પાર્ટીના પુર્વ સાંસદ, અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચુકેલા લીલાધર વાઘેલાનુ આજે 87 વર્ષની ઉમરે અવસાન થયુ છે. તેમને જીવનના અંતીમ શ્વાસ ડીસા ખાતે રહેતા તેમના પુત્રના ઘરે લીધા હતા.
પ્રાપ્ત માહીતી મુજબ લીલાધર વાઘેલાના અંતીમ સંસ્કાર તેમના વતન પાટણ જીલ્લાના પીંપળ ગામે કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો
લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1935 ના રોજ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે થયો હતો. તેઓએ બી.એ., બી.એડ સુધી અભ્યાસકર્યો હતો. તેઓ કોન્ગ્રેસમાં પણ જોડાયા હતા.ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચુકેલા લીલાધર વાઘેલા 2004 માં શંકરસીંહ વાઘેલા સામે ચુંટણી લડ્યા હતા. જેથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા.નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા હતા. ત્યાર બાદ તેઓ પાર્ટીના આદેશ મુજબ 2014 ની લોકસભાની ચુંટણી પાટણની શીટ ઉપરથી લડ્યા હતા જેમા તેમની જીત થઈ હતી.