ચિત્રાસણી પાસેથી LCBની ટીમે વોલ્સવેગન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.5.1 લાખના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાલનપુર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બનાસકાંઠા એલ.સી.બી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચિત્રાસણી ગામ પાસે આવતા બાતમી મળેલ જે આધારે વોચ ગોઠવતા વોલ્સ વેગન કારમાંથી દારૂ સહિત રૂ. 5.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – ખેરાલુ આંગડીયાત લુંટ કેસના 5 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા, 2 વોન્ટેડ આરોપી હજુ પણ સિંકજા બહાર !

પાલનપુર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. એચ.પી.પરમાર તથ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે માહિતી મળેલ કે અમીરગઢ તરફથી વોલ્સવેગન કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ચિત્રાસણી તરફ આવી રહ્યો છે. જે બાતમી આધારે ચિત્રાસણી ગામ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન વોલ્સ વેગન કાર આવતાં તેને રોકી તેમાં બેઠેલ કમલેશ રૂપચંદભાઇ પ્રજાપતિ રહે.સાતપુર, તા.આબુરોડ રાજસ્થાન વાળાને ઝડપી કારમાંથી વિદેશી દારૂની 513 બોટલ રૂ. 91,460 તથા મોબાઇલ નંગ-2  રૂ. 10,500 તેમજ વોલ્સ વેગન કાર રૂ. 4 લાખની મળી 5,01,960 નો મુદ્દામાલ કબજે લઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.