મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપાયો બીજો શખ્સ અંધારાનો લાભ લઇ ફરાર
મહેસાણા એલસીબીએ એકટીવા શરાબ સહિત કુલ 77615નો મુદ્દામાલ ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ એક્ટિવામાં વિદેશી દારૂનો જથ્થો ભરી કડા કેનાલ તરફથી જાળેશ્વર મહાદેવ મંદિર રોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે કડા દરવાજા જાળેશ્વર મહાદેવ મંદિર રોડ નજીક વોચ ગોઠવી એક્ટિવામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજો શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે વિદેશી દારૂની બોટલ અને બિયર નંગ 191 કીંમત રૂ. 27115, એક મોબાઈલ અને એક્ટિવા મળી કુલ 77615નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે બંને વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા એલસીબી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ને બાતમી મળી હતી કે ઠાકોર મલાજી ચંદુજી રહે. કડા દરવાજા કાનકુવા એ પોતાના એક્ટિવા નંબર જીજે.02.ડી.એફ.9590 માં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરી કડા કેનાલ તરફથી જાળેશ્વર મહાદેવ મંદિર રોડ પરથી પસાર થનાર છે. જે આધારે એલસીબી પોલીસે કડા દરવાજા જાળેશ્વર મહાદેવ મંદિર રોડ નજીક વોચ ગોઠવી હતી. જેમાં બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે પીછો કરી એક્ટિવા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અંધારાનો લાભ લઈ એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
જેમાં પોલીસે એક્ટિવામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ 191 કીમત રૂ. 27115, એક મોબાઈલ અને એક્ટિવા મળી કુલ 77615નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે ઠાકોર મલાજી ચંદુજીને ઝડપી લીધો હતો. જ્યારે ઠાકોર અમરતજી ચંદુજી રહે. કડા દરવાજા કાનકુવાનો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે ઝડપાયેલ શખ્સ અને ફરાર વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.