મહેસાણા એલસીબીએ સોમવારે દારૂની હેરફેર કરતાં આરોપીને મુદ્દામાલ સાથે ટીબી રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. જેમાં ઝડપાયેલ આરોપી પાસેથી 1,73,640/- રૂપીયાના વિદેશી દારૂ સહીત 5,73,640/- નો મુદ્દામાલ ઝપ્ત કરાયો છે. એલસીબીએ બાતમી આધારે વોન્ટેડ આરોપીઓના મુદ્દામાલને ઝડપી એકની અટકાયત કરી શહેરના બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.

મહેસાણા એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, પ્રોહીબીશન ગુનાના વોન્ટેડ આરોપી ગજેન્દ્રસીંહ રાજેન્દ્રસીંહ ઝાલા, રહે – મગુના વાળાએ અન્ય વોન્ટેડ બુટલેગર જીતુ શકરાજી ઠાકોર, રહે – ટી.બી. રોડ મહેસાણા વાળાને દારૂ ભરેલુ વાહન મોકલ્યુ છે. જે સીલ્વર કલરની બલેનો ગાડીનો નંબર GJ-02-DM-2311 છે. આથી એલસીબીની ટીમે તુંરત બાતમી બાદ ટીબી રોડ પર વોચ ગોઠવી દીધી હતી. જ્યાથી આ વાહન પસાર થતાં તેને રોકી તપાસ કરતા ટીમ ચોંકી ઉઠી હતી.

એલસીબીની ટીમે જે બલેનો(કી.રૂ.4,00,000) વાહનને રોક્યુ હતુ તેમાંથી 1.73 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વાહન સાથેના ઈસમની પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, આ માલ તેઓ જીતુ શકરાજીએ મંગાવેલ હોઈ તેને સપ્લાઈ કરવા જઈ રહ્યો છે. આથી પોલીસે ઝડપાયેલ આરોપી ભરતજી જેહાજી ઠાકોરની અટકાયત કરી ગજેન્દ્રસીંહ રાજેન્દ્રસીંહ ઝાલા અને જીતુ શકરાજી ઠાકોર વિરૂધ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: