હિંમતનગરમાં 3 કલાકમાં 3 અલગ અલગ સ્થળેથી LCBએ 1.41 લાખનો દારૂ ઝડપ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— ત્રણેય ફરિયાદોમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર એક જ શખ્સ પાયલોટિંગ કરનાર બાઈક અને કાર પણ એકજ

ગરવી તાકાત સાબરકાંઠા :  હિંમતનગરમાં એલસીબીએ સવારે 3 કલાકમાં 3 જગ્યાએથી કુલ રૂ.1.41 લાખનો દારૂનો જથ્થો ઝડપી અને ત્રણેય ફરિયાદમાં એક જ પ્રકારના શખ્સોને આરોપી બનાવાયા બાદ શહેરમાં નવી ‘લાઇન’ સક્રિય થતાં કાર્યવાહી થયાનો પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

એલસીબીએ હાથમતી બ્રિજ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ગાડી જોવા મળતાં પકડવાનો પ્રયાસ કરતા શખ્સ ભાગી ગયો હતો અને પંકજસિંહ જગતસિંહ પકડાઈ જતાં ગાડી નં.જી.જે-02-એ.પી-3252 માંથી 204 બોટલ કિં. રૂ.88290 નો દારૂ મળતાં તેણે કબૂલાત કરી હતી કે હિતેન્દ્રસિંહ ઉર્ફે સની બાપુ ધર્મેન્દ્રસિંહ બિહોલા (રહે. હરિઓમનગર જલારામ મંદિર રોડ હિંમતનગર) તથા પિનાકીનસિંહ વિક્રમસિંહ ભાટી (રહે. જનકપુરી સોસાયટી જલારામ મંદિર રોડ હિંમતનગર) બંને જણા રાજસ્થાનના મામેર નજીક મહાત ઠેકાના માલિક નથ્થુલાલ ખટીક (દેલવાડા તા.નાથધ્વારા) પાસેથી દારૂ લાવીને આપે છે.

આ દારૂનું બુકિંગ આશિષભાઈ ભાટિયા (રહે. બેરણા રોડ હિંમતનગર) ને મળીને કરાવું છું તથા ભાગી જનાર શખ્સનું નામ ગણેશ ઉર્ફે ગણીયો (રહે. મહેતાપુરા, હિંમતનગર) છે તથા આ લોકો અન્યને પણ દારૂઆપનાર છે તેવી માહિતી મળતા જલારામ મંદિરથી સ્પેકટ્રમ હાઇસ્કૂલ જતાં રોડની સાઈડમાંથી સુરેશભાઈ કાન્તિભાઈ પટેલ (રહે. બંબાવાસ તા. પ્રાંતિજ) ને દારૂની 98 બોટલ કિં.રૂ.39750 ના જથ્થા સાથે પકડતાં દારૂ પ્રાંતિજના અનવરપુરાના અંકિત પટેલને પહોંચાડવાનું જણાવ્યું હતું. એલસીબીએ પ્રશાંત નવનીતભાઈ જયસ્વાલ (રહે. કે.ડી. કોમ્પ્લેક્સ સૌરાષ્ટ્ર ફરસાણની બાજુમાં) પાસેથી 15 બોટલ કિં. રૂ.12900 નો દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ત્રણેય ફરિયાદોમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર એક જ વ્યક્તિ છે. પાયલોટિંગ કરનાર બાઈક અને કાર પણ કૉમન છે.

— પકડાયેલા ત્રણેય આરોપીઓ: 
1. પંકજસિંહ તખતસિંહ ચૌહાણ (રહે. હાથમતી બ્રિજની બાજુમાં હિંમતનગર) 2. સુરેશકુમાર કાંતિલાલ પટેલ (રહે. બંબાવાસ પ્રાંતિજ) 3. પ્રશાંતકુમાર નવનીતભાઈ જયસ્વાલ (રહે. કે.ડી. કોમ્પ્લેક્સ સૌરાષ્ટ્ર ફરસાણની બાજુમાં હિંમતનગર)

— પકડાવાના બાકી આરોપીઓ: 
1. હિતેન્દ્રસિંહ ઉર્ફે સની બાપુ ધર્મેન્દ્રસિંહ બિહોલા (રહે. હરિઓમનગર જલારામ મંદિર રોડ હિંમતનગર)2. પિનાકીનસિંહ વિક્રમસિંહ ભાટી (રહે.જનકપુરી સોસાયટી જલારામ મંદિર રોડ હિંમતનગર) 3. ગણેશભાઇ ઉર્ફે ગણીયો ભગત (રહે. મહેતાપુરા ખાડા વિસ્તાર હિંમતનગર) 4. દારૂ ભરીને આવેલ મેગ્મા (ગ્રે) કલરની બલેનો કારચાલક 5. સફેદ કલરની આઇ-20 નો ચાલક 6. બાઇકનો ચાલક (પાઇલોટીંગ કરનાર) 7. લલિત નથ્થુલાલ ખટીક (રહે.દેલવાડા તા.નાથધ્વારા જી.રાજસમંદ રાજસ્થાન) 8. મામેર નજીક આવેલ મહાત ઠેકા ઉપરથી માલ ભરી આપનાર અજાણ્યો માણસ 9. આશીષ ભાટીયા (રહે.બેરણા રોડ હિંમતનગર) 10. અંકિતભાઇ પટેલ (રહે.અનવરપુરા તા.પ્રાંતિજ) 11. કમલેશભાઇ (રહે.ઉંછા તા.પ્રાંતિજ)

તસવિર અને આહેવાલ : ભરતભાઇ  ભાટ–હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.