વિસનગરના મેટ્રોમોલ કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર LCBની રેઈડ, 6 આરોપી 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા !

શેર કરવા અહીં ક્લિક કરો.

જુગારીઓ શ્રાવણ માસ આવતાની સાથે જ વધુ સક્રીય થઈ જાય છે. જેથી આવા શ્રાવણીયા જુગારીઓને ઝડપી પાડવા પોલીસ ડીપાર્ટમેન્ટ પણ હરકતમાં આવી જતુ હોય છે. આ માસ દરમ્યાન જીલ્લામાંથી અનેક જુગારીયાઓ ઝડાપાયા છે. આ શ્રેણીમાં મહેસાણા એલસીબીની ટીમે વિસનગરના કાંસા વિસ્તારમાંથી અન્ય  6 આરોપીઓને 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો – મહેસાણા નગરપાલીકા : ભ્રષ્ટાચારને છુપાવવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને આગળ કર્યા ? આરોપ તો મોટા માથાઓ પર હતા ! 

મહેસાણા એલસીબીની ટીમ શ્રાવણીયા જુગારીઓને ઝડપી પાડવા કાર્યરત હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, વિસનગરમાં આવેલી પ્રીન્સ સોસાયટીમાં રહેતો પટેલ ચંદ્રકાન્ત ઉર્ફે લાલાભાઈ નટવરભાઈ તેની મેટ્રોમોલ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી અચાનક રેઈડ પાડી રોકડ રકમ સહીત 6 આરોપીઓન ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓને વિસનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી તેઓની વિરૂદ્ધમાં  જુગાર ધારા કલમ 4,5 તથા આઈપીસીની કલમ 188, 269 તથા એપેડેમીક એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપીઓના નામ 

  • પટેલ ચંદ્રકાન્ત ઉર્ફે લાલાભાઈ નટવરભાઈ, રહે – પ્રીન્સ સોસાયટી, વિસનગર, જી.મહેસાણા
  • પટેલ સચીન દિનેશભાઈ, રહે – શ્યામ વિહાર સોસાયટી, વિસનગર, જી.મહેસાણા
  • પટેલ દિલીપકુમાર મફતલાલ, રહે – સુવર્ણવીલા સોસાયટી, વિસનગર, જી.મહેસાણા
  • પટેલ મજેશભાઈ જયંતીભાઈ, રહે – પ્રિન્સ પેલેસ સોસાયટી, વિસનગર, જી.મહેસાણા
  • પટેલ પ્રશાંત દિનેશભાઈ, રહે – પ્રમુખવિલા સોસાયટી, વિસનગર, જી.મહેસાણા
  • નાયી મેહુલ હસમુખભાઈ, રહે – રામેશ્વર સોસાયટી, વિસનગર, જી.મહેસાણા

ઝડપાયેલ મુદ્દામાલ 

  • રોકડ રકમ – 50,200/-
  • મોબાઈલ નંગ – 6, કિમંત રૂપીયા 30,000/-,
  • કુલ 80,200
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.