— એક મહિના પહેલાં થયેલી એરંડા સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો :
— રૂ. 3.69 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ પાંચેયને દબોચી લીધા :
ગરવી તાકાત મહેસાણા : જોટાણા માર્કેટયાર્ડમાંથી એક મહિના અગાઉ એરંડા બોરીઓની ચોરીનો ભેદ બુધવાર સાંજે ઉકેલી દીધો હતો. એલસીબીએ બાતમીના આધારે જોટાણામાં ચોરીનો મુદ્દામાલ વેંચવા આવેલા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. રૂ.3.69 લાખનો મુદ્દામાલ અને 5 આરોપીઓને એલસીબીએ સાંથલ પોલીસને સોંપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા એલસીબીની એક ટીમ બુધવાર સાંજે સાંથલ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી હતી. ત્યારે પીએસઆઇ એસ.બી.ઝાલાને બાતમી મળી હતી કે એક લોડીંગ રિક્ષા અને કાર સાથે કેટલાક શખ્સો જોટાણામાં ચોરીના એરંડા વેચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે એલસીબીએ ઓએનજીસી સર્કલ પાસેથી 5 શકમંદોને ઝડપી પાડ્યા હતા.
પુછપરછ કરતાં તેઓએ ગત તા.28 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન રાત્રીના સમયે જોટાણા યાર્ડમાંથી ચોરી કરી હોવાનું કબલ્યું હતું. પાંચેય આરોપીઓની અટકાયત સાથે એલસીબીએ રૂ.1,63,540ની કિંમતના 2775 કિલોગ્રામ એરંડાની 35 બોરી, રૂ.1.50 લાખની કિંમતની કાર (જીજે 01 એચપી 7912), રૂ.50 હજારની લોડીંગ રિક્ષા (જીજે 02 વીવી 5344) અને રૂ.6 હજારના 6 મોબાઇલ સહિત કુલ રૂ.3,69,540 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
— આ શખ્સો ઝડપાયા : (1) સુરેશ છનાજી ઠાકોર (27) (રહે.સુરજ, તા.કડી) (2) રાજેશ ઉર્ફે કાળુ નટુજી ઠાકોર (26) (રહે.સુરજ, તા.કડી)
(3) જીતુ વિષ્ણુજી ઠાકોર (25) (રહે.ચાંદરડા, તા.કડી) (4)નીતિન છનાજી ઠાકોર (20) (રહે.સુરજ, તા.કડી) 5. અશોક રણછોડભાઇ રાવળ (30) (રહે.સુરજ, તા.કડી)
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા