પોસ્કોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.મહેસાણા પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.
પોલીસ અધિક્ષકશ્રી. નિલેશ જાજડીયા સા.નાઓની સુચના મુજબ તેમજ પો.ઇન્સ શ્રી. એસ.એસ.નિનામા સાનાઓના માર્ગદર્શન  મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ આજરોજ *એલ.સી.બી.મહેસાણાના  એ.એસ.આઇ જહીરખાન ઇબ્રાહીમખાન તથા એ.એસ.આઇ રમેશજી રજુજી તથા એ.ઓસ.આઇ કાન્તીલાલ સોમાભાઇ તથા એ.એસ.આઇ રહેમતુલ્લાખાન આજમખાન તથા અ.હેઙકો ચતુરજી વીરસંગજી તથા અ.હેડકો દિલીપકુમાર ગોવીંદભાઇ  તથા પો.કો મહેન્દ્રકુમાર બબાભાઇ તથા પો.કો અબ્દુલગફાર સૈયદઅલી*  વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વસાઇ ડાભલા ચોકડી નજીક આવતા સાથેના  *પો.કો અબ્દુલગફાર સૈયદઅલી* નાઓને ખાનગી રાહે હકકીત મળેલ કે *વસાઇ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૩૦/૧૭ ઇ.પી.કો.ક. ૩૬૩,૩૬૬,૧૧૪  તથા પો.સ્કો એકટ.ક.૪,૮* મુજબના ના કામના નાસતા ફરતા તહોદાર *દેવીપુજક દિલીપભાઇ દશરથભાઇ મુળ રહે-મુળ રહે- ગણવાડા તા-સીધ્ધપુર જી-પાટણ હાલ રહે –અમદાવાદ હીરાવાડી ઠકકરનગર* વાળો ડાભલા ચોકડી આવનાર હોવાની હકકીત આધારે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા દરમ્યાન સદરી નામવાળો ઇસમ મળી આવતા હસ્તગત કરી નામઠામ પુંછતા પોતે પોતાનું નામ દેવીપુજક દિલીપભાઇ દશરથભાઇ મુળ રહે-મુળ રહે- ગણવાડા તા-સીધ્ધપુર જી- પાટણ હાલ રહે – અમદાવાદ હીરાવાડી ઠકકરનગર વાળો હોવાનું જણાવતો હોય સી.આર.પી.સી.ક.૪૧(૧) આઇ મુજબ  અટક કરી  આરોપીને ઉપરોકત ગુન્હા સબંધે  *વસઇ પોલીસ સ્ટેશન* કાયદેસર કાર્યવાહી કરવા સોંપેલ છે.
*આમ એલ.સી.બી. મહેસાણાને પોસ્કોના ગુનાનો નાસતો ફરતો આરોપી પકડવામાં વધુ એક સફળતા મળેલ છે.*
શેર કરવા અહીં ક્લિક કરો.