પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૩)

મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી મનિષ સિંહ સાહેબ નાઓએ  મહેસાણા જિલ્લામા મિલ્કત સંબંધી  ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ  પ્રોહીબીશન/ જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય તેમજ હાલમા પ્રોહી ડ્રાઈવ  અનુસંધાને અમો એસ.એસ.નિનામા પો. ઇન્સ. તથા પો.સ.ઇ આર.જી.ચૌધરી તથા એ.એસ.આઈ રમેશજી રજુજી તથા જહિરખાન ઇબ્રાહિમખાન તથા ચતુરજી વિરસંગજી  તથા હેડ કોન્સ મનોહરસિંહ વિજયસિંહ તથા દિલીપકુમાર ગોવિંદભાઇ તથા પો.કોન્સ  અબ્દુલગફાર સૈયદઅલી તથા હિંમત હરિભાઈ વિગેરે  એલ.સી.બી મહેસાણાના માણસો સાથે મહેસાણા તાલુકા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ ચતુરજી વિરસંગજી તથા હેડ કોન્સ દિલીપકુમાર ગોવિંદભાઇ નાઓની સયુંકત મળેલ હકિકત આધારે ફતેહપુરા સર્કલ પાસે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર હોઈ જે ને કોર્ડન કરી પકડી લઈ જેમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો નગ ૧૮૦ કિ રુ. 54,000/- તથા મોબાઈલ નંગ  કિ.રૂ. 4000/- તથા મહિન્દ્રા જીતો ગાડી કિ.રૂ. 3,00,000/- તેમજ રોકડ રૂ. 1500/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. 3,59,500/- સાથે આરોપી રબારી જોગરામ જીવારામ રહે.હાદેચા તા.ચિતલવાડા જી.ઝાલોર (રાજસ્થાન) વાળા ને પકડી મહેસાણા પો.સ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ છે. આમ મહેસાણા તાલુકા પો.સ્ટે વિસ્તારમા થી પ્રોહીબીશન ના જથ્થા સાથે ઉપરોકત આરોપીને  પકડી પાડી ક્વોલિટી કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે.

Contribute Your Support by Sharing this News: