વિજાપુરમાં ગટરનું પાણી કોર્ટના દરવાજા અને કેમ્પસ સુધી પહોંચતાં વકીલોમાં ભારે આક્રોશ…

August 27, 2025

ગરવી તાકાત મહેસાણા : વિજાપુર ડેપોમાંથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈને કોર્ટના દરવાજાના કેમ્પસ સુધી રેલાતાં વકીલ મંડળ ગંદકીને કારણે રોષે ભરાયા આ બાબતે અગાઉ સિવિલ જજ દ્વારા એસ.ટી ડેપો મેનેજરને લેખિતમાં સૂચના આપવામાં આવેલ જે સંદર્ભમાં બાર એસોસીએશનના વકીલો દ્વારા એસ.એસ.અજમેરી સમક્ષ ગંદા પાણીના નિકાલ બાબતે અરજી કરાઇ કોર્ટે ડેપો મેનેજર તથા પાલિકાના વહીવટી અધિકારીઓને બોલાવ્યા અને.

ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચના અપાઇ અધિકારીઓએ પ્રશ્નનો નિકાલ કાયમી ધોરણે લાવવા સમય માંગ્યો પરંતુ આપેલ સમય સુધીમાં પણ પાલિકા કે ડેપો મેનેજર દ્વારા નિકાલ કરવામાં નહીં આવતાં ફરી કોર્ટના અવર જવરના મુખ્ય દરવાજા આગળ ગંદુ પાણી એકઠું થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો.

Lawyers outraged as sewage water from Vijapur depot reaches court gates and  campus | વકીલોમાં આક્રોશ: વિજાપુર ડેપોનું ગટરનું પાણી કોર્ટના દરવાજા અને  કેમ્પસ સુધી પહોંચતાં ...

કોર્ટમાં જવા ગંદાપાણી માંથી પસાર થવું પડે વકીલ મંડળે પણ અગાઉ ચીફ ઓફિસર અને ડેપો મેનેજર બંને અધિકારીઓને રજૂઆત કરી ફક્ત દિલાસો આપ્યો પરંતુ પ્રશ્નનો નિકાલ હજુ કરાયો નથી. છેલ્લા બે મહિનાથી કોર્ટના દરવાજા આગળ ડેપોમાંથી પાલિકા એ બનાવેલ ભૂગર્ભ ગટરમાંથી ડેપો માંથી ગટરમાં છોડવામાં આવેલું ગંદુ પાણી ઉભરાઈને રેલાતાં કોર્ટના ઝાંપા થઈ કેમ્પસ સુધી આવે જેના કારણે ગંદકીની તીવ્ર દુર્ગંધ વકીલોના શેડ સુધી આવે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0