તમામ નાગરિકો તા. ૦૧/૦૯/૨૦૧૯ ના રોજથી  તેમના કુટુંબના તમામ સભ્યશ્રીઓ તથા મિત્રોને પોતાની મતદારની વિગતો તથા પોતાના મતદાન મથકોની ખરાઇ  ૧૫ ઓકટોબર સુધી કરી શકશે.

ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા-ગુરુવાર,  ભારતના ચૂંટણી પંચ ધ્વારા  તા. ૦૧-૦૧-૨૦૨૦ ની લાયકાતની તારીખના સંદર્ભે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત Electors Verification Programme  (EVP ) આજરોજ લોંચીંગ પ્રેસ કોન્ફરન્સ યોજી  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.સી.દવેએ જણાવ્યુ હતુ કે  મતદારયાદીમાં મતદારોની વિગતોમાં રહેલ વિસંગતતાઓ અને અવસાન થયેલ/સ્થળાંતરીત મતદારોના મતદારયાદીમાં નામ ચાલુ રહેવા વિગેરે બાબતો સુધારવા અને તમામ મતદારોની ડેમોગ્રાફીક વિગતો અને ફોટોઇમેજ ને અધિકૃત કરવા માટે અને આ રીતે મતદારયાદીના હેલ્થ પેરામીટર્સમાં સુધારો કરવા માટે મતદારોને સામેલ કરીને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા ચૂંટણી પંચ દ્રારા અ Electors Verification Programme  (EVP )શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઇસન્સ, આધારકાર્ડ, રેશનકાર્ડ, સરકારી ઓળખકાર્ડ, બેંક પાસબુક, ખેડૂત ઓળખકાર્ડ માંથી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી મતદારોની વિગતોને અધિકૃત કરવા મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો તા. ૦૧/૦૯/૨૦૧૯ ના રોજથી ૧૫ ઓકટોબર સુધી તેમના કુટુંબના તમામ સભ્યશ્રીઓ તથા મિત્રોને પોતાની મતદારની વિગતો તથા પોતાના મતદાન મથકોની ખરાઇ કરી શકશે.  મતદારો “Voter help line”Mobile App  દ્રારા, NVSP .in Portal  તથા ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગમે તે એક ઉપર કરી શકશે.

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ, રાજય કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ મતદાન મથક કક્ષાએ એમ કુલ ૧૦૦૦૦૦૦ ( દશ લાખ ) સ્થળોએ Electors Verification Programme  (EVP ) લોંચ થયું છે જેમાં  અરવલ્લી જિલ્લામાં ૧૦૫૮ બુથ તથા અન્ય કચેરીઓ મળી ૧૦૬૮ જેટલી જગ્યાએ કાર્યક્રમનું લોંચીંગ કરવામાં આવેલ છે.

વધુમાં દરેક મતદારની ચકાસણી કરવાની હોવાથી આપની નજીકના ઇ-ગ્રામ સેન્ટર, વ્યાજબી ભાવની દુકાનો (CSC કેન્દ્ર)તેમજ આપના બી.એલ.ઓ. નો સંપર્ક કરી ૧૦૦ ટકા ચકાસણી કરવા જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં મોડાસા પ્રાંત અધિકારીશ્રી મતિ ઇલાબેન આહીર, જિલ્લાના પ્રેસ /ઇલેકટ્રોનીક મીડિયાના કર્મીઓ તથા જિલ્લાના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: