ગરવીતાકાત,અરવલ્લી:અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ બહેરામુગા શાળાની બાજુમાં તૈયાર થયેલ મોડાસા નગરપાલિકા નવિન કચેરીનુ લોકાર્પણ પ્રસંગમાં કલેકટર શ્રી એમ નાગરાજન સાહેબ એ હાજરી આપી હતી અને નવિન કચેરીમાં ઉપલબ્ધ અધ્યતન સુવિધાઓનું નિરક્ષણ કર્યું, જેનાથી નગરજનોને વિવિધ સુવિધાઓનો લાભ મળશે. અરવલ્લી જિલ્લા ના મોડાસા નગરપાલિકાની મુખ્ય કચેરી બજારમાં હોવાથી શહેરીજનોને ભારે અગવડતા અનુભવવી પડતી હતી બસ સ્ટેન્ડ પાછળ આવેલ જૂની કલેકટર કચેરીનું અદ્યતન બિલ્ડિંગ નગરપાલિકા ને ફાળવવામાં આવતા ૨૨ જુલાઈ ૧૯ ને સોમવાર ના રોજ નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રમુખ અને નગરસેવક વનિતા બેન પટેલ તથા ભાજપ કોંગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરરો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોડાસા નગરપાલિકાની નવીન કચેરી નું લોકાર્પણ થતા શહેરી જનોમાં આનંદ છવાયો હતો

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: