લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા થરાદ નગરમાં  “ વ્યક્તિત્વ વિકાસ ” શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્પોન્સર હેતલભાઇ સોની (પુર્વપ્રમુખ લાયન્સ કલબ)એ જણાવ્યું હતું કે તા.૨૭ થી ૦૫ જુલાઇ (ગુરુ પુર્ણિમા) સુધી આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સાંજની 4 થી 6 અને રાત્રીની 8 થી 10ની બેચમાં ત્રીસ ત્રીસ યુવામિત્રો ભાગ લઈ પોતાનામાં રહેલી શક્તિઓનો પરિચય કરીએક નવી ઓળખ ઊભી કરી શકશે.
લાયન્સ ક્લબના પ્રમુખ વસીમભાઇ પઠાણે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલાઓ તથા લાયન્સકલબના સદસ્યો અને નગરના યુવાનો પણ જોડાયા હતા. જેઓને પોતાની ઓળખ ઉભી કરવી છે.કીર્તિ પ્રાપ્ત કરવી છે.એવા  યુવાન મિત્રોને “ સફળ જીવનયાત્રીઓ ” બનવા માટેનું અયોજન લાયન્સકલબના સૌજન્યથી પ્રથમ વખત નગરમાં યોજાઇ રહ્યું છે.  આ “ સ્વવિકાસ પરીવર્તન યાત્રા માટે રોજ ૨ ( બે ) કલાક નિયમિત સાંજના સમયને સેમીનારમાં સહભાગી બની નગરના જે યુવામિત્રો પોતાના વ્યક્તિત્વને ખિલવીને વિકસાવવા માંગતા હોય તેમણે અમુલ્ય તક નહી ચુકવવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સત્રાંતે સર્ટિફિકેટ, વિડિયો સીડી, હૉલ, લાઇટ, માઇક, ઉદ્ધાટન અને સમાપન સમારોહ કોઈ વિશિષ્ટ વ્યક્તિ વિશેષની ઉપસ્થિતિમાં સ્નેહભોજન સાથે  કરવાનું પણ આયોજન શિબિરમાં કરવામાં આવ્યું છે.
Contribute Your Support by Sharing this News: