Lathicharge on protesters

કેન્દ્રના ત્રણ વિવાદીત કૃષી કાનુનના વિરોધમાં દેશભરમાં અનેક સ્થળો પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિવાદીત કૃષી બીલના વિરોધમાં દિલ્લીની સરહદો ઉપર છેલ્લા 34 દિવસથી ખેડુતો આંદોલન કરી ચલાવી રહ્યા છે. જેમના સમર્થનમાં આજે બીહારના પટણામાં પણ અખીલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય તથા લેફ્ટ સંગઠનોએ રાજભવન માર્ચનુ આયોજન કર્યુ હતુ. જેમાં ખેડુતો કૃષી બીલના વિરોધમાં પ્રખ્યાત ગાંધી મેદાન ખાતે ભેગા થઈ રહ્યા હતા. પરંતુ પોલીસે આ પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કરી તેમને વેરવેખેર કરી નાખવાનો પ્રયાસ કર્યાનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

આ મામલે આર.જે.ડી. નેતા અરૂણ કુમારે ખેડુતો ઉપર કરાયેલ લાઠીચાર્જનો વિડીયો શેયર કરી એને જેડીયુ-ભાજપ ના ઈશારે આ વલણ અખત્યાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમને સરકારીતંત્ર દ્વારા પ્રદર્શનકારીઓને લાઠી-ગોળીના દમ ઉપર ખેડુતોના અવાજને દબાવી નાખવાનો આરોપ લગાવી કાર્યવાહીને   અલોકતાત્રીંક જણાવી હતી.

  1. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે પોલીસ દ્વારા ની-હત્થા પ્રદર્શનકારીઓ ઉપર કેવી રીતે લાઠી ચાર્જ થઈ રહ્યો છે. પોલીસ,પ્રદર્શનકારીઓને દોડાવી દોડાવી મારી રહી છે. જગજાહેર છે કે, પોલીસની આ કાર્યવાહી બીહાર રાજ્ય સરકારના ઈશારે થઈ રહી છે. દેશભરમાં ખાસ કરીને એન.ડી.એ. લેડ રાજ્યોમાં પ્રદર્શનકારીઓને પ્રદર્શન કરતા પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવાય છે જેથી એક ચીત્ર ઉભુ કરી શકાય કે ખેતી બીલનો કોઈને વિરોધ નથી. પરંતુ લાઠી-દંડા અને 144 ની કલમ લાગુ કરી સરકાર ખેડુતોને ક્યા સુધી દબાવી રાખી છે એ આવનારો સમય બતાવશે. 

એક જાણકારી મુજબ પટણાના ગાંધી મેદાન નજીક પ્રદર્શનકારીઓ તથા પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. ભાગદૌડ મચી ના જાય એ માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પંરતુ પ્રદર્શનકારીઓ જણાવી રહ્યા છે કે, અમારો અવાજ દબાવી દેવા માટે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. 

અખીલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય તથા લેફ્ટ સંગઠનોએ ખેડુતોને ત્રણ વિવાદીત બીલના વિરોધમાં એકઠા થવા આહ્વાન કર્યુ હતુ. જેમના સમર્થનમાં હજારો ખેડુતો એકઠા થયા હતા. દેશના તમામ રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ખેડુતોને આ મામલે સમજાવવા રેલીઓ /સભાઓ કરી રહી છે. ગુજરાતમાં કોન્ગ્રેસ પાર્ટી પણ ત્રણ વિવાદીત ફાર્મીંગ બીલના મામલે સભાઓ યોજી રહી છે.

Contribute Your Support by Sharing this News: