મોડી રાત્રે અજાણ્યા વાહને શખ્સને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

મોડી રાત્રે મહેસાણા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને અમદાવાદ હાઈવે ઉપરથી એક્સીડેન્ટ થયેલ હાલતમાં લાશ મળી આવેલ. અમદાવાદ હાઈવે ઉપર એરેના મારૂતી સુઝુકીના સો રૂમ આગળ કોઈ અજાણ્યા વાહને વ્યક્તિને ટક્કર મારી ભાગી ગયેલ.

ગઈ કાલ મોડી રાત્રે પોલીસ પેટ્રોલીગમાં હતી ત્યારે તેમને જાણકારી મળી હતી કે, અમદાવાદ હાઈવે ઉપર એરેના મારૂતી સુઝુકીના શો રૂ આગળ કોઈ અજાણ્યા શખ્સનો એક્સીડેન્ટ થયેલ છે. જેથી પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંતી જતા તેમને જાણવાં મળેલ કે અકસ્માત થયેલ વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. આ અક્સમાતની જાણ મેવડ ટોલ નાકાની એમ્બ્યુલન્સને કરતા તેઓ પણ ત્યા પહોચી આવ્યા હતા. જ્યાથી લાશને પીએમ કરવા હોસ્પીટલ લઈ જવામાં આવી હતી. મરણ થનારની ઉમર આશરે 35-37 વર્ષ હોવાનુ અનુમાન છે તેની પાસેથી કોઈ આધાર પુરાવો મળેલ નહોતો . જેથી મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહનના ચાલકે આ શખ્સને ટક્કર મારી મોત નીપજાવી નાશી જવા બદલ આઈ.પી.સી.ની કલમ 279,337,307અ, તથા મો.વ્હિ.એ. 134,177,184 મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.