૮ જાન્યુઆરીએ ચુંટણી પંચે દેશના પાંચ રાજયો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુરની વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી હતી તેમાં ઉત્તરાખંડ,ગોવા અને પંજાબમાં મતદાન પુરૂ થયું છે ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ અને પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ મતદાન એક તબકકામાં સમાપ્ત થયું છે જયારે મણિપુરમાં પહેલા તબક્કામાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને બીજા તબક્કામાં આજે મતદાન થયું છે.
બીજી તરફ યુપીની વાત કરીઓ તો ચુંટણી પંચે અહીં કુલ સાત તબક્કામાં ચુંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો જેમાં છ તબકકામાં ૧૦,૧૪,૨૦,૨૩ અને ૨૭ ફેબ્રુઆરીએ અને સાતમા તબક્કાનું મતદાન આજે સમાપ્ત થયું છે.આ ઉપરાંત અંતિમ તબકકામાં સાત માર્ચે મતદાન થનાર છે આ સાથે જ યુપીમાં વિધાનસભા ચુંટણી સંપન્ન થઇ જશે ત્યારબાદ બધાની નજર ૧૦ માર્ચે આવનાર પરિણામ પર ટકેલી રહેશે.
જાે કે આ વર્ષ એટલે કે ૨૦૨૨માં જ કેટલાક અન્ય રાજયોમાં પણ ચુંટણી થનાર છે અને તેની ગરમી અત્યારથી જ શરૂ થઇ ગઇ છે.તમામપાર્ટીઓના નેતા તે રાજયોના પ્રવાસ કરવા લાગ્યા છે અને એક રીતે ચુંટણીને ધ્યાનમાં રાખી પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આ વર્ષ જે રાજયોમાં ચુંટણી છે તેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ સામેલ છે.ગુજરાતમાં જયાં ડિસેમ્બરમાં ચુંટણી યોજાઇ શકે છે ત્યાં હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં ચુંટણી થવાની સંભાવના છે. આ ઉપરાંત જાે જ્મ્મુ કાશ્મીરમાં પણ ચુંટણી થશે તો કુલ ત્રણ રાજયોમાં ચુંટણી થશે
આવી જ રીતે ૨૦૨૩ પણ ચુંટણીના હિસાબથી એક મોટું વર્ષ રહેનાર છે ૨૦૨૩માં કુલ નવ રાજયોમાં ચુંટણી યોજાનાર છે.તેમાં મધ્યપ્રદેશ,રાજસ્થાન છત્તીસગઢ કર્ણાટક તેલંગણા ત્રિપુરા મેધાલય નાગાલેન્ડ અને મિઝોરમ સામેલ છે. જયારે ૨૦૨૪માં લોકસભાની ચુંટણી પણ થનાર છે.
(ન્યુઝ એજન્સી)