ગરવીતાકાત,મહેસાણા (તારીખ:૨૬)

મહેસાણાના શ્રીનાથજી આશિયાના ગ્રાઉન્ડ, ખરી નદી પાસે આર.ટી.ઓ ઓફીસની સામે ભવ્ય દુર્ગા પૂજા રામલીલા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ રવિવારથી શરુ થઇ રહ્યો છે ત્યારે મહેસાણામાં હોલીવુડ રાસરંગ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીની વિધિ પ્રમાણે ૧૦ દિવસ દુર્ગા પૂજા કરવામાં આવશે અને ૫ દિવસ બીજા શોશ્યલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રીમાં રાજ્યના નામાંકિત કલાકારો જેવાકે સ્મિતા તિસ્કર, નવીન લીમ્બાચીયા, કાજલ મહેરિયા, શીતલ ઠાકોર, દેવાંગી પટેલ, તૃષા રામી, ગમન સાંથલ, તેજલ ઠાકોર, સાગર પટેલ, અલ્પેશ દદુ જેવા કલાકારો ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ જમાવશે. ગરબાની રમઝટ સિવાય, રામલીલા, યોગશિબિર, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ દરેક ખેલૈયા વિજેતાને ઈનમાં આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.