ગુજરાત સરકારે 2012 ના વર્ષમાં રીસર્વે આધારીત અધત્તન રેકર્ડ તૈયાર કરી સાચા અર્થમાં લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝ કરવાની કામગીરી હાથ ધરેલ હતી જેની સમય મર્યાદા 2015 સુધીની રાખવામાં આવેલ હતી. આ જમીન માપણીની કામગીરીમાં ખેડુત ખાતેદારની હાજરીમાં જી.પી.એસ. અને ઈટીએસ મશીનો દ્વારા ચોક્કસાઈ પુર્વક કામગીરી હાથ ધરવાની કામગીરી હાથ ધરાઈ હતી.મહેસાણા સહીત 12 જીલ્લાની લેન્ડ રેકર્ડને આધુનીક રૂપ આપવાની શરતે 127.16 કરોડ નો પાઈલોટ પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ કામીગીર નિષ્ણાત પ્રાઈવેટ એજન્સીને આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
પરંતુ સરકારે પંસદ કરેલ પ્રાઈવેટ કંપનીઓ એ તેમની કામગીરીમાં 90 ટકા કરતા પણ વધુ ભુલો કરતા માત્ર મહેસાણા જીલ્લામાં જ 51 હજાર થી પણ વધુ સંખ્યામાં આ રીસર્વની કામગીરીની વિરૂધ્ધમાં વાંધા અરજીઓ આવેલ છે.
આ રી સર્વેની કામીગીરી અંગે જેમ જેમ ખેડુતને પોતાના ખેતરની જમીરમાં ફેરફાર થયો છે એની જાણ થઈ રહી છે તેમ તેમ ખેડુત કચેરીમાં વાંધા અરજીઓ આપી રહ્યા છે. જે દર્શાવે છે પ્રાઈવેટ એજન્સી દ્વારા કરેલ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ચોક્કસાઈથી કામગીરી કરવામાં આવેલ નથી.
સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ રીસર્વેની કામીગીર સરકાર દ્વારા ટેન્ડરીંગ પ્રક્રીયાથી પ્રાઈવેટ કંપનીઓને આપવામાં આવી હતી. આ એજન્સી રીસર્વેની કામગીરી ભુલભરેલી અને અનેક છબરડાઓ કર્યા હોવા છતા પણ આ એજન્સીને સરકારે 100 ટકા નાણા ચુકવી દીધા હતા. પ્રાઈવેટ એજન્સી સાથે ઉચ્ચ લેવલના આધિકારી અને નેતાઓની મીલીભગત ના કારણે જ થર્ડ ક્લાક કામગીરી કરી થઈ છતા પણ તેમને 100 ટકા પેમેન્ટ ચુકવી દેવામાં આવ્યુ છે.
અવાર નવાર આ રીસર્વેની કામગીરીને લઈ રાજ્ય ભરમાં વિરોધ થતા, જેના કારણે સરકારે ખેડુતોના દબાણમાં આવી એક કમીટીની રચના કરી હતી જેમા નીતીન પટેલ, ભુપેન્દ્રસીંહ ચુડાસમાં, કૌશીક પટેલ અને સૌરભ પટેલ કમીટીના સભ્યો હતા જેમને આ અંગેની તપાસ કરી જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની હતી પરંતુ આ લોકોની કમીટીનુ રીઝલ્ટ હજુ સુધી ખેડુતોને મળ્યુ નથી તથા પ્રાઈવેટ એજન્સીઓ પાસેથી હજુ સુધી કોઈ વળતર નથી લેવામાં આવ્યુ.
આ એજન્સીઓને જ્યારે કામગીરી સોપવામાં આવી હતી ત્યારે કેટલાક નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં એજન્સીએ કબ્જેદારોને માપણી દરમ્યાન હાજર રાખી તેમના પ્રત્યક્ષ કબ્જા મુજબની માપણી કરવાની હતી તથા લાગુ સર્વે નંબરો વાળાને પણ માપણી દરમ્યાન હાજર રાખવાના હતા પરંતુ ખેડુતોની અનેક ફરિયાદો આવી હતી કે પ્રાઈવેટ એજન્સીઓએ અમને માપણી દરમ્યાન બોલાવ્યા જ ન હતા. તેઓ એમની રીતે જ જેમ તેમ માપણી કરી જતા રહેતા હતા. એજન્સીએ માપણી કર્યા પહેલા જે તે ગામમાં ગ્રામ સભા યોજી ખેડુતોને રી સર્વેની કામગીરી અંગે માહિતગાર કરવાના હતા. આ અંગે એજન્સીએ સુચીત માપણી સંબધીત ખાતેદારોને કોઈ પ્રશ્નો હોઈ તો એની સ્પષ્ટતા કરવાની હતી. આ સમયે એજન્સી માપણી કયા સાધનોથી કરવાની છે સાધનની ઉપયોગીતા, ઝડપ અને ચોક્કસાઈ કેટલી છે એની વિગત ગ્રામસભાને આપવાનુ નક્કી કરાયુ હતુ. જેમાં આ ગ્રામ સભાનો સમય 5 વગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો જેથી મોટાભાગના ખેડુતો હાજર રહી શકે.
આ પ્રકારના કોઈ પણ નીયમાવલીનુ પાલન ના કરતા અત્યારે મહેસાણા સહીત રાજ્યના તમામ જીલ્લાઓમાં મોટી સંખ્યામાં વાંધા અરજીઓનો ખડકલો થઈ ગયેલ છે. જેનો નીકાલ અને સુધારાની કામગીરી સરકાર દ્વારા વર્ગ ત્રણના સર્વેયરોને સોંપવામાં આવી છે જે ખરેખર આ ભુલો માટે જવાબદાર નથી.
એકલા મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી આ રીસર્વેની કામગીરી અંગે કુલ 51000 કરતા પણ વધુ વાંધા અરજીઓ આવેલ છે. જે દર્શાવે છે એજન્સી દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં કેટલા મોટા પ્રમાણમાં બેજવાબદારી રીતે કામગીરી કરવામાં આવી હશે. છતા પણ આવી પ્રાઈવેટ એજન્સીઓની વિરૂધ્ધમાં અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા.
રીસર્વેની કામગીરીમાં થયેલ ગેરરીતીઓના કારણે મોટી સંખ્યામાં ખેડુતોને હેરાનગતી,વકીલ ફી ખર્ચ, અને બીજી હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખેડુતો ઉપર આવી પડેલ કુત્રીમ સમષ્યા માટે ના જવાબદારો વિરૂધ્ધ નેતાઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા ખેડુત વર્ગમાં આ બાબતને લઈ ખુબ જ નારાજગી જોવા મળી રહી છે.
આ રીસર્વેની કામગીરી અંગે નીતીનભાઈ પટેલે 2018 માં એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે રાજ્યભરનાં 1.25 કરોડ સર્વે નંબરો પૈકી 1.15 કરોડ સર્વે નંબરોની સ્થળ પર જઈ જમીનની માપણીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે જે બધા સર્વે નંબરોની માપણી પ્રાઈવેટ કંપનીઓએ જ કરેલ હતી.
પરંતુ સરકારના અધિકારીઓના પરીપત્રો મુજબ જાણવા મળી રહ્યુ આ સર્વેની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભુલો થઈ છે. જેથી ખેડુતોના વેચાણ,લોન,વહેચણી જેવા કામો અટવાઈ પડ્યા છે તથા કેટલાક ખેડુતોને કોર્ટ કેસમાં પણ નાણા વેડફવા પડી રહ્યા છે.
એજન્સીની ભુલોને સુધારવા માટે ખેડુતોને માપણી ફી પેટે રૂપીયા ચુકવવા પડી રહ્યા છે. આ રીસર્વેની કામગીરીમાં ખેડુતોનો કોઈ પણ વાંક ન હોવા છતા પણ તેને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે, જમીન ધારણકર્તાઓના ઘણા બધા કામો રોકાઈ ગયા છે. જેમાં મુખ્યત્વે ખેતરોના ભાગ/ હિસ્સા કરાવવા જમીનને બીન ખેતી કરાવવા, લાગુ સર્વે નંબર વાળાએ પોતાના ખેતરમાં દબાણ કરેલ છે કે કેમ? ખેડુતના ખેતરની જમીન હદ જાણવા અંગે, લોન અંગે, વેચાણ કરવા અંગે સામાન્ય ગરીબ ખેડુતને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.