ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ગોઝારીયા અને ખદલપુરમાં ચાલી રહેલા તીન પત્તીના જુગાર સ્થળે લાંઘણજ પોલીસે રેડ પાડી હતી. અહીં જુગાર રમી રહેલા શખસોની ધરપકડ કરીને બન્ને સ્થળેથી પોલીસે વાહન, રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.૪૧૯૮૫૦નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
મહેસાણા જિલ્લામાં જુગાર અને દારૂની પ્રવૃતીઓ અટકાવવાની સુચના અન્વયે લાંઘણજ પોલીસ ગોઝારીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતી. ત વખતે બાતમી મળી હતી કે રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળની ચીકુડીના ખેતરમાં તીન પત્તીના જુગાર રમવાની પ્રવૃતી ચાલી રહી હતી. જેના આધારે પોલીસે અહીં રેડ કરીને ભિખા બળદેવભાઈ પેટલ, અજય ચંદુભાઈ પટેલ, ભરત મફતલાલ પટેલ, ભરત જુગાજી ઠાકોર અને જેનીસ ઉર્ફે તાતીયો રાકેશભાઈ પટેલને ઝડપી લીધા.
જયારે આ સ્થળેથી કાર અનદ્દ્રિચક્રી સહિત 3 વાહન 5 મોબાઈલ રોકડ સહિત રૂ. 3,41,150,ની મત્તા કબજે કરી. ઉપરાંત ખદલપુર ગામમાં આવેલા મંદિર આગળ ચાલતા જુગારના સ્થળે રેડ કરીને અહીંથી ભરત દશરથજી ઠાકોર, દશરથ ખોડાજી ઠાકોર અને ચંદુ સેંધાજી ઠાકોરને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ, જુગાર રમવાના સાહિત્ય અને મોબાઈલ મળી રૂ.78,700,નો મુદ્દામાલ કબજે લઈને તપાસ આરંભી.