— એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા :
ગરવી તાકાત થરાદ : જે આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ પકડાવા કરેલ સુચના કરતા. ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઇ પો.સબ.ઇન્સ. એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે થરાદ મુકામે ઢીમા ત્રણ રસ્તા પાસેથી વાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૮૯/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૨૩, ૨૯૪(ખ) મુજબના ગુનાના કામના નાસતા-ફરતા આરોપી અમરતભાઈ સરતાણભાઈ ભદરૂ રહે.ગોલગામ તા.વાવ જી.બનાસકાંઠાવાળાને સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી આગળની કાર્યવાહી કરવા સારૂ થરાદ પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ