ગરવી તાકાત લાખણી : લાખણી તાલુકાના મડાલ આરોગ્ય કેન્દ્ર ગ્રામીણ વિસ્તારોમાં આવેલ છે જ્યારે જેની આસપાસ નાં ગામડા નાં ગરીબ લોકો ને સારવાર માટે આશીર્વાદરૂપ સાબિત થતું આરોગ્ય કેન્દ્ર છે લાખણી તાલુકા ના મડાલ ગામની અંદર છેલ્લા છ મહિનાથી M.B.B.S ડોક્ટર ની જગ્યા ખાલી પડેલ છે મડાલ ગામ ની અંદર મડાલ આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા છ મહિનાથી થી ડોક્ટર ની અંદર જગ્યા ખાલી પડેલ છે મડાલ p.h.c સેન્ટર ને લગતા ચાર થી પાંચ ગામ છે
તો આજુ બાજુ ના લોકો ને તેમજ ગામ લોકો ને સારવાર માટે તકલીફ પડે છે અવગડતા પડે છે સરપંચ દ્વારા તેમજ ગામ લોકો દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ને રજુઆત કરવામાં આવી છે કે મડાલ ગામ ની અંદર P.h.c સેન્ટર ની અંદર કાયમી ધોરણે M.B.B.S ડોક્ટર નિયુક્ત કરવામાં આવે તેવી સી.ડી.એચ.ઓ સાહેબ તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ને વિનંતી ગામલોકો કરી રહ્યા છે જેમની માંગ છે કે જલ્દી થી ડોક્ટર ની નિમણુક થાય જેથી પ્રાઈવેટ મોંઘા દવાખાને જવું નાં પડે તેવી આસપાસ વિસ્તાર નાં લોકો માંગ કરી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ