લખીમપુર ખીરી હિંસામાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની ગાડીએ રીતે પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા અને આઠ લોકોની હત્યા બાદ યુપી પોલીસે લવકુશ રાણા અને આશિષ પાંડે નામના બે લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. પરંતુ હજુ સુધી ગૃહ રાજ્ય મંત્રી તથા તેમના પુત્ર વિરોધ કોઈ કાર્યવાહી કરી નથી.
જોકે, પોલીસની આ કાર્યવાહીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે જણાવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ આશિષના નજીકના સાથી છે અને વધુ દરોડા ચાલુ છે.લખનઉ રેન્જ આઈજી લક્ષ્મી સિંહે આશિષ મિશ્રાની ધરપકડના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે “અમે આજે મુખ્ય આરોપીને સમન્સ પણ મોકલી રહ્યા છીએ. અમે તેનું નિવેદન રેકોર્ડ કરીશું. તેના આધારે અમે વધુ પુરાવા એકત્ર કરી રહ્યા છીએ”.
આ પણ વાંચો – લખીમપુર હત્યાકાંડ પર રાકેશ ટીકૈતનુ નિેવેદન – હજુ સુધી ધરપકડ નથી થઈ, સરકાર પાસે હવે 7 દિવસનો સમય છે, વાયદો નિભાવે !
લખીમપુર ખીરી હિંસાની તપાસ પર લખનઉ રેન્જ આઈજી લક્ષ્મી સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફાયરિંગને કારણે અથવા કોઈ હથિયારથી ઈજાના બનાવોની પુષ્ટિ થઈ નથી. તેથી અમે પ્રાપ્ત અન્ય પુરાવા સાથે આગળ વધીશુ જે અમારી પાસે છે. તમને જણાવી દઈયે કે, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં કેટલી ધરપકડ કરવામાં આવી છે તે અંગેનો રિપોર્ટ એક દિવસમાં રજૂ કરવા જણાવ્યું હતું. તેના થોડા કલાકો પછી, બંને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.