લાડોલના પીરોજપુરા ગામનો એક 45 વર્ષીય વ્યક્તિ ટ્રેક્ટરમાં મગફળીનો ભુક્કો ભરવા લાડોલ ખાતે જઈ રહેલ હતા. એ દરમ્યાન સૂુરેશજી ઠાકોર ચાલુ ટ્રેક્ટરે નીચે પડી જવાથી ટાયર ફળી વળ્યુ હતુ. જેમાં તેમનુ મોત થવા પામેલ થવા પામેલ હતુ. આ બનાવને કારણે તેમના પરિવારના લોકોમાં ભારે શોક ફરી વળ્યો હતો.
લાડોલના પીરોજપુરા ગામનો 45 વર્ષીય સુરેશજી ઠાકોર નજીકના કહીપુર ગામના પ્રહલાદજી ઠાકોર સાથે મગફળીનો ભુકો ભરવા લાડોલ ખાતે જઈ રહ્યા હતા. જેમાં અન્ય સાથીઓ પણ સાથે હતા પરંતુ તેઓએ રીક્ષામાં અલગથી પહોંચવાનુ નક્કી કર્યુ હતુ. જેથી ટ્રેક્ટરમાં સુરેશજી ઠાકોર તથા પ્રહલાદભાઈ જે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તેઓ સાથે લાડોલથી મગફળીનો ભુક્કો લઈ સરદારપુર થી પીરોજપુર વચ્ચે જઈ રહ્યા હતા ત્યાં પુરઝડપે ટ્રેક્ટર ચાલી રહ્યુ હોવાથી ચાલુ ટ્રેક્ટરે બાજુમાં બેસેલ સુરેેશજી ઠાકોર નીચે પડી ગયા હતા. જેથી તેમની ઉપર પાછળનુ ટ્રોલીનુ ટાઈર ફરી વળ્યુ હતુ. જેથી ખચોખચ ભરેલી ટ્રોલીનુ ટાયર ફરી વળતા તેમનુ મોત નીપજ્યુ હતુ.
આ બાબતે તેમના પીતાને જાણ કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અહિ પહોંચી તેમને 108 ને ફોન કરી બોલાવી લીધી હતી. પરંતુ ડોક્ટરે તેમને ઘટના સ્થળે જ મૃત ઘોષીત કરી દીધા હતા. આ મામલે પોલીસે ટ્રેક્ટરના ડ્રાઈવર પ્રહલાદજી ઠાકોર વિરૂધ્ધ પુરઝડપે ટ્રેક્ટર ચલાવવાના ગુન્હાસર 279,604(અ) તથા એમ.વી એ.ક 177,184,134 નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.