મહેસાણા જીલ્લાના લાડોલ ગામમાં એક બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં આરોપીએ તેની પડોસમાં રહેતી એક યુવતીને ઘરે કોઈના હોઈ તેમ કહી રોટલી બનાવવાના બહાને બોલાવી હતી. ત્યાર બાદ એકાંતનો લાભ ઉઠાવી તેને ઘરનો દરવાજો બંધ કરી તેની સાથે જબરદસ્તી કરી શરીર સંબધ બાંધી વીડીયો ઉતારી લીધો હતો.
આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
બળાત્કારીએ વિડીયો ઉતારી લીધેલ હોઈ એને ભોગ બનનારને ધમકી આપી હતી કે, જો તુ આ બનાવની જાણ કોઈને કરી દઈશ તો હુ આ વિડીયો ઈન્ટરનેટ ઉપર વાઈરલ કરી દઈશ, પંરતુ ભોગ બનનારે આ ધમકીથી ડર્યા વિના તેને બધાને જાણ કરી દીધેલ હતી. જેથી આરોપીએ ઘટના બન્યાની તારીખે રાત્રે 12 થી 1 વાગ્યાના ગાળામાં તેને યુવતીના ઘરે જઈ માફી માંગી પોતાનો ગુન્હો કબુલી લીધો હતો.
જેથી લાડોલ પોલીસ સ્ટેશને આઈ.પી.સી. ની કલમ ૩૭૬(૩) ૩૫૪(ક) પોક્સો ક.૪,૮,૧૨ મુજબ આરોપી પરમાર પ્રહલાદભાઇ મહેન્દ્રભાઇની વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી હતી.