ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં શહેરમાં તો ઠીક હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરો બેફામ બની ચોરીને અંજામ આપતા ખચકાતા નથી. ત્યારે મહેસાણા તાલુકાના કરશનપુરા ગામમાં એક ખેડૂતના ઘરમાં મુકેલા રાયડાની 10 બોરી અજાણ્યા ઈસમો ચોરી કરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં સમગ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
કરશનપુરા ગામમાં ખેતી કામ કરતા મણિલાલ પટેલ રાત્રી દરમિયાન પોતાના ખેતરમાં ગયા હતા. ઘરે તેમની પત્ની અને પુત્રી હજાર હતા. રાત્રી દરમિયાન ઘરમાં પત્ની અને દીકરી સુઈ રહ્યા હતા. એ દરમિયાન ઘરના ઓસરીમાં મુકેલા રાયડાની બોરીની અજાણ્યા ઈસમો દીવાલો કુદી ઘરમાં પ્રવેશી કુલ 10 રાયડાની બોરી ઉઠાવી ગયા હતા. ખેડૂત વહેલી સવારે ખેતરેથી પોતાના ઘરે આવ્યા એ દરમિયાન ઘરના ઓસરિયા રાયડાના દાણા ફેલાયેલા જોવા મળ્યા હતા.
ઓસરીના ભાગે 16 બોરી મુકેલી હતી. જેમાંથી 10 બોરી ઓછી થતા ઘરમાં સુઈ રહેલા પરિવારને જાણ કરી હતી. જ્યાં આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ક્યાંય રાયડાની બોરી ન મળતા આખરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ખેડૂતે કુલ 48 હજારના મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.