મહેસાણા અને પાટણ જિલ્લામાં ચોરીને અંજામ આપતી છારા ગેંગનો 1 શખ્સને પોલીસે દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા અને પાટણ જિલ્લામાં આવેલા પાર્લર પર બાઈક લઈને આવતા ફેરિયાઓને રોક્યા બાદ વાહનો પર રાખવામાં આવતા માલ ભરેલા થેલાઓની નજર ચૂકવી ચોરી કરતા છારા ગેંગના એક શખ્સને મહેસાણા એસઓજી ટીમે શહેરના વાઈડ એન્ગલ પાસે ચેકીંગ દરમિયાન ઝડપી લીધો હતો.

એક માસ અગાઉ મહેસાણા અને પાટણમાં પાર્લરની દુકાનો પર બાઈક લઈને આવતા ફેરિયાઓની પાસે રહેલા સિગારેટ અને ગુટખા ભરેલા થેલાઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને આરોપીઓને ઝડપવા મહેસાણા એસઓજી ટીમે કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. તપાસ દરમિયાન એક શકમંદ બાઈકનો નંબર મળ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન અમદાવાદના છારાનગર ખાતે તપાસ આદરી હતી. જ્યાં ચંદુ અને સંજય નામના ઈસમોની વિગતો મળતા તપાસનો દોર શરૂ કર્યો હતો.

અમદાવાદથી મહેસાણા બાજુ એક શકમંદ એક બાઈક લઈને મહેસાણા બાજુ આવતો હોવાની માહિતી મહેસાણા એસઓજી ટીમને મળતા શહેરના વાઈડ એન્ગલ પાસે વોચ ગોઠવી ચેકીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન યાદવ સંજય નામનો ઈસમ પોલીસના હાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ચોરીની સિગારેટના બોક્ષ મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપી સંજય યાદવે પોલીસ સમક્ષ પોતાના ગુના કબૂલાત કરી હતી, જેમાં એક માસ અગાઉ અમદાવાદના છારાનગર ખાતે રહેતા ચંદન અને અમિત સાથે ભેગા મળીને બે બાઈક લઈને મહેસાણામાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા પાર્લર અને પાટણ જનતા હોસ્પિટલ નજીક આવેલા પાર્લર પર ચોરી કરવા રેકી કરી હતી. બાદમાં પાર્લર પર માલ આપવા આવતા લોકોના થેલાઓ નજર ચૂકવી ફરાર થતા હોવાની કબૂલાત કરી હતી. હાલમાં એક ચોરને ઝડપી પોલીસે કુલ 44 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.