અમીરગઢની કોલેજમાં પટ્ટાવાળા પાસે શિક્ષકોની ગાડીઓ ધોવડાવવામા આવે છે ?

અમીરગઢ ખાતે આવેલી સરકારી કોલેજમાં કામ કરતાં પટાવાળાને કોલેજના સરકારી કામકાજ કરવાને બદલે કેટલાક શિક્ષકો પોતાની પર્સનલ ગાડીઓ ધોવડાવતા હોવાની રાવ ઉઠવા પામી છે.
ગુજરાતમાં સરકારી નોકરી મેળવી લીધા બાદ કેટલાક અધિકારીઓ મનમાની કરતા હોય છે અને તેમનાથી નીચલા વર્ગના કર્મચારીઓ પાસે સરકારી કામકાજ સિવાય પોતાના પર્સનલ કામો પણ કરાવતા હોય છે. તેનો તાજેતરનો નમૂનો અમીરગઢ ખાતે આવેલી સરકારી કોલેજમા જોવા મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમીરગઢ ખાતેની સરકારી કોલેજમાં કામ કરતાં એક વર્ગ-૪ ના કર્મચારી પાસે કેટલાક શિક્ષકો પોતાની પર્સનલ ગાડીઅો પણ ધોવડાવતાં હોવાનું ચર્ચાયું છે. ત્યારે ઉપરોક્ત તસવીરમાં જણાય છે કે અમીરગઢ ખાતેની સરકારી કોલેજમાં વર્ગ-૪ નો કર્મચારી શિક્ષકની ગાડી ધોઈ રહ્યો છે. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે અને વર્ગ-૪ ના કર્મચારી પાસે સરકારી કામકાજ સિવાય પર્સનલ કામ કરાવી ગાડીઓ ધોવડાવતા શિક્ષકો સામે પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

Contribute Your Support by Sharing this News: