કચ્છના અંજારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેમ ફરી એક વાર લૂંટના ઇરાદે શહેરના સમૃદ્ધ પરિવાર પર અસામાજિક તત્વોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

તાજેતરમાં અંજારની બે કંપનીમાં લૂંટના ઇરાદે ચોકીદારોની હત્યા થઈ હતી. તો બે દિવસ પૂર્વે સરાજાહેર લૂંટનો બનાવ પણબની ચુક્યો છે. સમયાંતરે લૂંટ, મારધાડ, હુમલાના બનાવો વધી રહ્યા છે જેથી લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

અંજાર શહેરના વાગડીઆ ચોકમાં ધોળા દિવસે ભાણજીભાઈ કાપડી અને ડૉ. અંકિતા કાપડીના ઘરે અજાણ્યા શખ્સો ઘૂસી આવીઘરમાં રહેલો સરસમાન છરીની અણીએ સોંપી દેવા માંગ કરી હતી. તસ્કરોનો પ્રતિકાર કરતા બંનેને ઇજાઓ પહોંચી હતી. અજાણ્યા શખ્સોના હુમલાથી પરિવારના સભ્યોએ બૂમરાડ મચાવતા તસ્કરો ભાગી ગયા હતા. આ સમગ્ર બનાવ નજીકનાસીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. લૂંટના ઇરાદે ડોક્ટર પરિવાર ઉપર ધોળા દિવસે ઘરમાં હુમલો થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ હતી.