મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયો : પરિવારજનોના ટોળેટોળા ઉમટ્યા

ગરવીતાકાતક,પાલનપુર: પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો યુવાન મોટર સાયકલ લઇ અમીરગઢ તરફથી આવી રહ્યો હતો. તે વખતે એક અમીરગઢ હાઇવે પર આરાસુરી પેટ્રોલ પપ પાસે તેનું બાઇક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો.

આજના આધુનિક યુગમાં મોજ મસ્તીમા યુવાનો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેમાં પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો યુવાન અમીરગઢ હાઇવે પરથી બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. તે વખતે કોઇ કારણસર બાઇક ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતાં બાઇક ચાલક જીગર મફતલાલ ભાટીયાનું ઘટના સ્થળે કમકમાટીભરેલ મોત નીપજ્યું હતું. જયારે અકસ્માતમાં ઇજા પામેલ ભૂમી વિનોદભાઇ નામની યુવતીને સારવાર અર્થે ખસેડવામા આવી હતી. બનાવ બાદ યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં યુવકના પરિવારજનોની રોકકળ અને સગા સ્નેહીઓને ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આશાસ્પદ યુવકના મોતને પગલે પરિવારજનોમા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. ઉલ્લેખનીય છે કે પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકોને અકસ્માતના ભોગ ન બનવું પડે તે માટે સાવચેતી પૂર્વક વાહનો હંકારવાની જરૂર જણાઈ રહી છે.

Contribute Your Support by Sharing this News: