મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ હિરવાણી ગામ નજીક કોઈ હોસ્પિટલ નહી હોવાના કારણે ગામજનનોએ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓ દ્વારા કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. આ કોવિડ કેર સેન્ટરની શરૂઆત તાલુકા પંચાયત ખેરાલુ પ્રમુખ ના પતિ જશુભાઈ ચૌધરી દ્વારા કરાઈ છે.
મેડિકલ ક્ષેત્રે પછાત વિસ્તારમાં આ કોવિડ કેર સેન્ટર આર્શીવાદ રૂપ
હીરવાણી ગામ નજીક કોઈ મોટી હોસ્પિટલ નહીં હોવાને કારણે ગામમાં જ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર,ડેરી ના ડિરેકટર સરદારભાઈ ચૌધરી, એપીએમસી ખેરાલુના ચેરમેન ભીખાભાઇ ચૌધરી તેમજ જશુભાઈ એ પોતાના ખર્ચે શરૂ કર્યું છે. અત્યાર સુધી આ કોવિડ સેન્ટરમાં કારણે અત્યાર સુધી 50 કરતા વધુ દર્દી કોરોના મુક્ત થયા છે. આ સેન્ટરમાં મેડિકલ સુવિધાઓ ની સાથે સાથે દર્દીને વિનામૂલ્યે ભોજન અને અન્ય મદદ અપાય છે