કોહલીએ તોડ્યો સચીનનો વધુ એક રેકોર્ડ, fastest 12000 Runs

શેર કરવા અહીં ક્લિક કરો.

વિરાટ કોહલીએ સચીન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડી વન ડે મેચમાં સૌથી ઝડપી 12,000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલીએ બુધવારે ઓસ્ટ્રેલીયા સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.

કોહલીએ તેની 251 મેચની 241 ઇનિંગ્સમાં 12000 વનડે રન પૂરા કર્યા છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેણે 309 મેચની 300 ઇનિંગ્સમાં 12000 વનડે રનને પુરા કર્યા હતા. તેંડુલકરે 2003 ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સેન્ચુરિયનમાં રમાયેલ યાદગાર 98 રનની ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસીલ કરી હતી.

 વિરાટ કોહલી વિશ્વનો છઠ્ઠો અને ભારતનો બીજો ખેલાડી છે જેણે 12,000 વનડે રન બનાવ્યા છે. કોહલીને આ મેચ પહેલા 12000 આંકડા માટે 23 રનની જરૂર હતી. હવે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ તેંડુલકર પછી ત્રીજા નંબરે છે. શ્રીલંકાના કુમાર સંગાકારા, સનથ જયસૂર્યા અને મહેલા જયવર્દને પણ વનડેમાં 12,000 થી વધુ રન બનાવી ચુક્યા છે.

ઝડપી વનડે રન બનાવનાર વિરાટ કોહલી (ભારત) v/s  ઓસ્ટ્રેલિયા, કેનબેરા, 2 ડિસેમ્બર 2020 મેચ: 251, ઇનિંગ્સ: 242, ડેબ્યૂ: 18 ઓગસ્ટ, 2008

 સચિન તેંડુલકર (ભારત) v/sપાકિસ્તાન, સેન્ચુરીયન , 1 માર્ચ 2003 મેચ: 309, ઇનિંગ્સ: 300, ડેબ્યૂ: 18 ડિસેમ્બર 1989 

રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલીયા) v/s ઇંગ્લેન્ડ, સેન્ચ્યુરિયન, 2 ઓક્ટેમ્બર 2009 મેચ: 323, ઇનિંગ્સ: 314, ડેબ્યૂ: 15 ફેબ્રુઆરી 1995 

કુમાર સંગાકારા (શ્રીલંકા) v/s પાકિસ્તાન, દુબઈ, 20 ડિસેમ્બર 2013 મેચ: 359, ઇનિંગ્સ: 336, ડેબ્યૂ: 5 જુલાઈ 2000

 સનાથ જયસૂર્યા (શ્રીલંકા) v/s ઓસ્ટ્રેલિયા, બ્રિજટાઉન, 28 એપ્રિલ 2007 મેચ: 390, ઇનિંગ્સ: 379, ડેબ્યૂ: 26 ડિસેમ્બર, 1989 

મહેલા જયવર્દને (શ્રીલંકા) v/s  ઈન્ડિયા, હૈદરાબાદ, 9 નવેમ્બર 2015 મેચ: 426, ઇનિંગ્સ: 399, ડેબ્યૂ: 24 જાન્યુઆરી, 1998  

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.