ગરવીતાકાત,ટેકનોલોજી(તારીખ:૧૯)

જો તમે હોન્ડાની ખરીદવા માગો છો તો તમારા માટે આ સોનેરી તક છે. જાપાનની કંપની હોન્ડા, Honda City, Honda Amaze, Honda Jazz, Honda WR-V, Honda BR-V, Honda Civic, Honda CR-V જેવી કારો પર નવેમ્બર મહિનામાં લગભગ પાંચ લાખ સુધીની છુટ આપી રહ્યા છે.

Honda City
હોન્ડા સીટીની ડીઝલ અને પેટ્રોલ એન્જિન વેરિયન્ટ પર 62,000ની છૂટ મળી રહી છે. જેમાં 32,000નું કેશ ડિસકાઉન્ટ અને 30,000 સુધી કારની એક્સચેન્જ ઓફર સામેલ છે.
Honda Amaze
હોન્ડાની Amaze કાર પર 42,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. સાથે કંપની આ કાર પર ચારથી પાંચ વર્ષની વોરંટી પણ આપી રહી છે.

Honda Jazz
Honda Jazz પેટ્રોલ અને ડિઝલ વેરિયંટ કાર પર 50,000 રૂપિયાની છુટ મળી રહી છે. કંપની આ કાર પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપી રહી છે.

Honda WR-V
Honda WR-V કાર પર ખરીદદારોને 45,000 રૂપિયાની છુટ મળઈ રહી છે. 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ જ્યારે કંપની 20,000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Honda BR-V
હોન્ડા એસએમટી પેટ્રોલ એન્જિન વાળી કારને છોડીને તેની બધી BR-V વેરિયંટ કારો પર 1.10 લાખ સુધીની છૂટ આપી રહી છે. આ કાર ઉપર 33,500 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 50,000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે.
Honda CR-V
હોન્ડાની આ CR-V 1.6 4WD 9AT ડિઝલ એન્જિન કાર પર કંપની પાંચ લાખ સુધીની છુટ આપી રહી છે. તેની સાથે વોરંટી પેક પણ મળી રહ્યું છે. તેની 1.6 2WD 9AT કાર પર ચાર લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Contribute Your Support by Sharing this News: