ત્રીજા તબક્કામાં યોજાનારી ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપના કયા ઉમેદવાર ક્યારે ફોર્મ ભરશે જાણો !!!

શેર કરવા અહીં ક્લિક કરો.

લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ થયો છે

મહેસાણા લોકસભાની બેઠક પર તા. 16 એપ્રિલના રોજ હરિભાઇ પટેલ ફોર્મ ભરશે

ભાજપે તા.15થી 19 સુધી તેના ઉમેદવારો કયારે કયારે ફોર્મ ભરશે તે નિશ્ર્ચિત કર્યુ છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ થયો છે ત્યારે ભાજપે તા.15થી 19 સુધીમાં તેના ઉમેદવારો કયારે કયારે ફોર્મ ભરશે તે નિશ્ર્ચિત કર્યુ છે. તા.15ના રોજ 6 ઉમેદવારો જેમાં પોરબંદર બેઠક માટે ડો. મનસુખભાઇ માંડવીયા, સુરેન્દ્રનગર બેઠક માટે ચંદુભાઇ સિહોરા, અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખ પટેલ, વલસાડ બેઠક માટે ડો. ધવલ પટેલ, ભરૂચ બેઠક માટે મનસુખ વસાવા અને પંચમહાલ બેઠક માટે રાજપાલસિંહ જાદવ ઉમેદવારી નોંધાવશે.

લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો  પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી | Gujarat BJP Active for 2024  Lok ...

તા. 16ના રોજ રાજકોટ બેઠક પર પરસોતમ રૂપાલા, કચ્છ બેઠક માટે વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક માટે રેખાબેન ચૌધરી, પાટણ બેઠક માટે ભરતસિંહ ડાભી, સાબરકાંઠા બેઠક માટે શોભનાબેન બારૈયા, મહેસાણા બેઠક માટે હરીભાઇ પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક માટે દિનેશ મકવાણા, જુનાગઢ બેઠક માટે રાજેશ ચુડાસમા, ભાવનગર બેઠક માટે નીમુબેન બાંભણીયા, આણંદ બેઠક માટે મિતેશ પટેલ, ખેડા બેઠક માટે દેવુસિંહ ચૌહાણ, દાહોદ બેઠક માટે જશવંતસિંહ ભાભોર,

વડોદરા બેઠક માટે ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુર બેઠક માટે જશુભાઇ રાઠવા, બારડોલી બેઠક માટે પ્રભુ વસાવા અને સુરત બેઠક માટે મુકેશ દલાલ ઉમેદવારી નોંધાવશે. રામનવમીના દિવસે તા. 17ના રોજ ભાજપના કોઇ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં. તા.18ના રોજ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ,  જામનગર બેઠક માટે પુનમબેન માડમ અને અમરેલી બેઠક માટે ભરતભાઇ સુતરીયા ઉમેદવારી નોંધાવશે. તા. 19ના રોજ એક માત્ર અમિત શાહ ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી કરશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.