ગરવી તાકાત મહેસાણા : મેઘરાજાની મહેર અને લઠ્ઠાકાંડની ભયાનકતા વચ્ચે અષાઢ માસ પુરો થયો ભગવાન સદા શિવ ભોળાનાથ ની ઉપાસના આરાધના અભિષેકનો મહિનો શ્રાવણ શુક્રવારથી શરૂ થયો અને શનિવારે તા ૨૭/૦૮/૨૦૨૨ના રોજ કુશગ્રહીની અમાસથી પુરો થશે ત્યારે આપણે વિવિધરૂપે શ્રાવણ માસ માં શિવ મહિમા જોઈ રહયા છીએ તો ગઇકાલે આપણે બિલી વૃક્ષની જાણકારી મેળવી આજે બીજા દિવસે આપણે શિવલિંગ વિશે જાણકારી-પૂજનવિધિ જોઈએ
શિવલિંગ વિશે જાણકારી;પૂજનવિધિ નું રીત જાણવા શૌનકજીએ પૂછ્યું કે સુતજી ! પ્રભુ સદાશિવના લિંગની સ્થાપના કઈ રીતે કરવી” તેનાં લક્ષણો શું છે ”તેનું પૂજન કઈ રીતે કરવું ?ક્યાં દેશમાં અને ક્યા કાળમાં કઈ રીતે કરવું તેની સમજૂતી આપો. સુતજીએ કહ્યું હે મુનિઓ । લિંગની સ્થાપના યોગ્ય સમયે પવિત્ર મંગલ અને જ્યાં પૂજન થઈ શકે તેવા સ્વચ્છ સ્થળે કરવાની હોય છે લિંગ બનાવવા માટે પથ્થર ધાતુ અથવા ઉત્તમ માટીનો ઉપયોગ દશય ચર લિંગ હોય તો નાનું અને એકાદ આંગળી જેટલું રાખવું જ્યારે અચર કરવું હોય તો લિંગનું માપ બાર આંગળ જેટલું રાખવું યોગ્ય ગણાય સદાશિવની પુજા ષોડશોપચાર વિધિધી એટલે કે આહવાન આસન અર્ધ્ય, પાધ્ય આચમન, સ્નાન ગંધ વસ્ત્ર ધૂપ પુષ્પ,દીપ નવધ આરતી પાનબીડું નમસ્કાર અને વિસર્જન એમ સોળ પ્રકારથી પૂજન કરવું.
આમ કરવાથી શિવપદ પ્રાપ્ત થઈ શકે પૂજન બાદ પ્રતિદિન રોજ દસ હજાર જાપ કરવા જો ન બની શકે તો સવાર -સાંજ મળીને એક હજાર જેટલા તો જાપ કરવા જ જોઈએ અને તેમાં પણ હોઠ ફફડે ઉચ્ચારણ સંભળાય નહિ તે રીતે જપ કરવા. પ્રભુ સદા શિવે કહ્યું કે ‘ૐ નમઃશિવાય’નો જપ કરવો જેથી ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે . ભગવાન સદાશિવે પૃથ્વી પર વસવાટ કરતાં લોકોના મોક્ષ માટે અનેક મંગલ -પવિત્ર શિવસેત્રો રચેલા છે.સરસ્વતી જે આઠ મુખવાળી છે,તેના તટે વાસ કરવાથી બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે.
સોમુખવાળી ગંગા નદીનાં કાંઠે વસેલું કાશી જ્યા પવિત્ર તીર્થો આવેલા છે. દસ મુખવાળી શૌણભદ્ર ચોવીસ મુખવાળી નર્મદા બાર મુખવાળી કૃષ્ણાયાણી દસ મુખવાળી તુંગભદ્રા નવ મુખવાળી સુવર્ણમુખરી સત્તાવીસ મુખવાળી કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે અને તેના પવિત્ર તટે ઘણા તિર્થસ્થળો આવેલાં છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થક્ષેત્ર છે.