નવરાત્રી સ્પેશલ

નવરાત્રિ શરૂ થાય તે પહેલા જ ભક્તો માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવી તેની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નવરાત્રિના પહેલા દિવસથી પહેલા જ પૂજા સામગ્રી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે છે. જો તમે પણ નવરાત્રિમાં માતાની ભક્તિ કરતા હોય તો આજે જ ખરીદી લો આ 13 વસ્તુઓ જેના વિના માતાની પૂજા પૂર્ણ થશે નહીં.

 1. માતાની પૂજા અને સ્થાપના માટે એક ચોકીની ખરીદી.
 2. લાલ વસ્ત્ર જે માતાની ચોકી પર રાખવાનું રહેશે.
 3. લાલ ચુંદડી
 4. નવ દિવસના પાઠ માટે દુર્ગાસપ્તશતી.
 5. માટી અથવા તાંબાનો કળશ.
 6. આંબાના પાન
 7. ફૂલ અને ફૂલના હાર.
 8. નાળિયેર
 9. પાન, સોપારી, એલચી, લવિંગ, કપૂર, કંકુ, સિંદૂર, નાળાછડી, ચોખા
 10. અખંડ જ્યોત માટે માટી અથવા તાંબાનું પાત્ર
 11. શુદ્ધ ઘી
 12. રૂની લાંબી વાટ
 13. પ્રસાદ માટેની વસ્તુઓ