ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગરના ઉણાદમાં હાઈસ્કૂલમાં મજાક કરવા બાબતે શાળા છૂટ્યા બાદ 3 વિદ્યાર્થીઓ ઉપર છરી વડે હુમલો વિદ્યાર્થીએ આ અંગે હાઈસ્કૂલના એક વિદ્યાર્થી સહિત 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
કરમશીભાઈ રબારીનો દીકરો ધૃવિલ આઈ એચ ચૌધરી વિદ્યાલાયમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. દરમિયાન ગઈકાલે ધ્રુવિલ સ્કૂલમાં પોતાની સાથે ભણતા મીત ચૌધરી જયદીપ ચૌધરી અને ઠાકોર ચેતનજી સાથે વાતો ચીતો અને મજાક મસ્તી કરતો હતા. ત્યારે ઠાકોર ચેતનજી સાંજે સ્કૂલ છૂટ્યા પછી તું મને મળજે એમ કહી ત્યારબાદ સાંજે ધૃવિલ પોતાના મિત્રો સાથે વાતો ચીતો કરતો. ત્યારે ઠાકોર ચેતનજી અન્ય આશિકજી ઠાકોર વિજયજી ઠાકોર અને રાહુલજી ઠાકોર સાથે તેની પાસે આવીને ચેતનજી સિવાયના 3 જણાય ધૃવિલને તું કેમ ચેતનજીની મજા ઉડાવતો હતો તેમ કહી આશિકજી ઠાકોરે છરી વડે હુમલો કરીને ધૃવિલને જમણા હાથે મારી.
ત્યારે તેના મિત્રો છોડાવવા વચ્ચે પડતા આશિકજીએ આર્યન નામના અન્ય એક વિદ્યાર્થીને બરડામાં છરીનો ઘા માર્યો સાથે જૈમીનને પણ કોણીના ભાગે છરી મારી આશિકજી ઠાકોર સહિતના 4 જણ ત્યાંથી જતા રહ્યા. ઇજાગ્રસ્ત ધૃવિલ સહિતના 3 મિત્રોને વડનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ધ્રુવીલ રબારીએ આ અંગે વડનગર પોલીસ મથકે ચેતનજી ગોવાજી ઠાકોર, આશિકજી રામાજી ઠાકોર, વિજયજી ભીખાજી ઠાકોર અને રાહુલજી દશરથજી ઠાકોર જ્યારે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો.