જમીન વિવાદમાં એક જ પરિવારના 5 લોકો પર છરીથી હૂમલો, 2 લોકોનાં મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

જિલ્લાના ડીસા બાઈવાડા ગામે હિંચકરો જીવલેણ હૂમલાની ઘટના સામે આવી છે. છરી વડે હુમલો કરતા એક જ પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડીસા અને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. આ હુમલો જમીન બાબતે થયો હોવાનુ પોલીસ અનુમાન લગાવ્યું છે. પરિવારની શંકાના આધારે 2 શંકાસ્પદ આરોપીઓની પણ અટકાયત કરી છે. જો કે હત્યાકાંડ અંગેના સાચા કારણો હજી સુધી સામે આવ્યા નથી

ડીસાના બાઇવાડા ગામે એક માજીરાણા પરિવારમાં હિંચકારો હૂમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં છરી વડે હુમલો કરતાં એક જ પરિવારના પાંચ જેવા સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાના પગલે 108 ની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થ ડીસા હોસ્પિટલ તેમજ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પર ફરજ પર હાજર રહેલા ડોક્ટરે બે લોકોને મૃત જાહેર કર્યા હતા

પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા લોકો મહાવીર ચેલાભાઈ માજીરાણા, અંતરાબેન મહેશભાઈ માજીરાણા અને મહેશ ગણેશભાઈ માજીરાણાને હાલ સારવાર અપાઇ રહી છે. જેમાં એક પુરુષ અને એક મહિલાને ડોક્ટરે મૃત જાહેર કર્યાં છે. સમગ્ર ઘટના પગલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કેસ દાખલ કરીને વધારે તપાસ આદરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.